સેવાકીય પ્રવૃત્તિ:દિકરીઓએ જરૂરિયાતમંદ બહેનોને સિલાઇ મશીન આપી માતાનો જન્મદિવસ ઉજવ્યો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માતૃત્વને જીવંત રાખવા હિરાદિપ ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી

જૂનાગઢમાં 3 દિકરીઓએ અનોખી રીતે માતાનો જન્મ દિવસ ઉજવ્યો હતો. શિતલબેન જોષી, કલ્પનાબેન જોષી અને જહાન્વીબેન જોષીના માતા હિરાબાનું અવસાન થતા માતૃત્વને જીવંત રાખવા માટે માતા હિરાબા ચેરીટેબલ ટ્રસ્ટની સ્થપાના કરી તેમના નેજા હેઠળ અનેક સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરી હતી.

દરમિયાન હિરાબાની જન્મ જયંતિએ શિતલબેન જોષી,કલ્પનાબેન જોષી અને જહાન્વીબેન જોષીએ હિરાબા ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ જરૂરિયાતમંદ બહેનોને ફ્રિમાં સિલાઇ મશીન અર્પણ કરી તેમને આર્થિક રીતે પગભર કરવાનો પ્રયાસ કર્યો હતો.

સિલાઇ મશીન વિતરણ પ્રસંગે મેયર ધીરૂભાઇ ગોહેલ,પૂર્વ કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા,હરસુખભાઇ વઘાસીયા,પ્રવિણાબેન ચોકસી,વર્ષાબેન હુંબલ,પૂર્વીબેન ઠાકર,કિરણબેન સોજીત્રા,શિલ્પાબેન આરદેશણા,પરબતભાઇ,સાધનાબેન નિર્મળ,કૌશિકભાઇ કોટડીયા,રશ્મીબેન વિઠ્ઠલાણી,મનિષાબેન દોંગા, અમિતભાઇ પટેલ,કલ્પનાબેન જલુ,જયશ્રીબેન કેશરીયા, નાગભાઇ વાળા,કથાકાર રવિદાદા વગેરેની ઉપસ્થિતી રહી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટી પ્રદિપભાઇ જોષી,મધુબેન ભટ્ટ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...