તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવચેતી:દિકરીએ થેલી પર લખ્યું: જમતા પહેલા ધોઇએ હાથ,રોગ સામે ભીડીએ હાથ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1,413 દિકરીઓએ ભાગ લીધો, 1 થી 3 ને ઇનામો અપાયા

જૂનાગઢ મહાનગરપાલિકાની આઇસીડીએસ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પૂર્ણા દિવસની ઉજવણી કરાઇ હતી. આ તકે 11થી 14 વર્ષની શાળાએ ન જતી કિશોરી અને 15 થી 18 વર્ષની કિશોરી માટે કાપડની થેલી શણગારવાની હરિફાઇ યોજાઇ હતી. આ હરિફાઇમાં 179 આંગણવાડીની 1,413 કિશોરીએ ભાગ લીધો હતો. કિશોરીએ થેલી પર લખ્યું હતું, જમતા પહેલા ધોઇએ હાથ રોગ સામે ભીડીએ હાથ. કોળું, ગાજર, પપૈયુંને કેરી વિટામીન એ ની લાવી સવારી.

અળવીના પાનતો કુંડામાં થાય,પૂરક પોષણમાં વાપરો વાયુ પ્રકોપ દૂર થાય. દરમિયાન 1 થી 3 વિજેતાને ઇનામો આપી પ્રોત્સાહિત કરાઇ હતી. આ તકે મને ગર્વ છે, હું મોટી થઇ રહી છું વિષય પર સેટકોમ દ્વારા આરોગ્ય પોષણ શિક્ષણ અપાયું હતું જેને 1,680 કિશોરીઓએ નિહાળ્યું હતું.દરમિયાન પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે, સીડીપીઓ ગીતાબેન વણપરીયા, સુપરવાઇઝર બહેનો દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોને માર્ગદર્શન અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...