તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જૂનાગઢમાં દિકરીએ માતાની અર્થીને કાંઘ અને અગ્નિદાહ આપી પુત્રની ફરજ અદા કરી છે. આ અંગે મળતી વિગત મુજબ મૂળ ધણફુલીયાના વતની અને હાલ જૂનાગઢ રહેતા કુસુમબેન (કાન્તાબેન) લક્ષ્મીશંકર પંડયાનું શુક્રવારે અવસાન થયું હતું. દરમિયાન કુસુમબેનને સંતાનમાં એકમાત્ર દિકરી જોશનાબેન હતા. ત્યારે દિકરી જોશનાબેન વિનોદરાય ભટ્ટે માતાની અર્થીને કાંઘ આપી હતી અને છેક સ્મશાન સુધી જઇ અગ્નિદાહ પણ આપી પુત્રની ફરજ અદા કરી હતી. આ તકે જમાઇ વિનયકુમાર ભટ્ટ અને દોહિત્ર કાર્તિક ભટ્ટે પણ મૃતક કુસુમબેનને કાંધ આપી હતી.
જ્યારે જોશનાબેન ભટ્ટે જણાવ્યું હતું કે, આ અગાઉ પણ મારા પિતા લક્ષ્મીશંકરભાઇ પંડયાનું અવસાન થતા કાંધ અને અગ્નિસંસ્કાર વિધી કરી હતી. અમારા માતા, પિતાએ દિકરા, દિકરીનો ભેદભાવ રાખ્યા વિના મારો પુત્રની જેમ જ ઉછેર કર્યો હતો ત્યારે મેં પણ મારા માતા પિતાને જીવ્યા ત્યાં સુધી સાથે જ રાખ્યા હતા અને મૃત્યુ બાદ અગ્નિદાહ આપી પુત્રની ફરજ અદા કરી છે.
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.