માણાવદર પંથકના કોડવાવ ગામે એક મહિલાને પીજીવીસીએલમાં નોકરી આપવાની લાલચ રૂ.10 લાખની છેતરપિંડી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને 2 શખ્સ સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ,માણાવદર પંથકના કોડવાવ ગામે રહેતાં મિતલ ધીરૂભાઇ કુંડારિયા અને ધીરૂભાઇ બાબુભાઇ કુંડારિયાએ રસિકભાઈ ડાયાભાઈ ભીમાણીને વિશ્વાસમાં લઇ રસિકભાઈની પુત્ર વધુને પીજીવીસીએલમાં કલાર્કની નોકરી આપવાની લાલચ આપી હતી અને રૂપિયા 10 લાખની રકમ નોકરીના સેટિંગ માટે ધીરૂના વિશ્વાસે મિતલને આપ્યા હતા અને જો નોકરી ન મળે તો આ રકમ પરત આપવા અંગે સિક્યુરિટી પેટે મિતલે પોતાના નામનો રૂ.10 લાખનો ચેક આપ્યો હતો.
જો કે લાંબા સમય સુધી નોકરી ને લઈ કોઈ વાત આગળ વધી ન હતી.અને નાણાંની ઉઘરાણી કરવા છતાં નાણાં પરત ન આપી છેતરપિંડી કરી હતી તેમજ મિતલ કુંડારિયા એ રસિકભાઈ ના પુત્ર ને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.અત્રે ઉલ્લેખનીય છે,કે અમુક લોકો સરકારી નોકરીની લાલચમાં આવી જઈ રૂપિયા આપી દેતા હોય છે બાદ માં નોકરી તો ઠીક નાંણાં પણ ગુમાવવાનો વારો આવે છે.આવો જ બનાવ માણાવદરના કોડવાવ ગામે સામે આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.