ત્રાસ:મકાન પોતાના નામે કરવા મામલે પુત્રવધૂએ મારમાર્યો

જૂનાગઢ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટો દીકરો કંઈ કમાઈ ને આપતો નથી માતાને શારિરીક -માનસિક ત્રાસ આપે છે

વંથલીની જુબેદાબેન છેલા ઘણા સમયથી ડાયાબિટીસ બીપી અને પથરી જેવી બિમારીઓ સામે ઝઝૂમી રહિયા છે. ત્યારે જુબેદા બેન ને બે દીકરા અને ને દીકરીઓ છે. જેમાં નાનો દીકરો જુનેજ એક ખાનગી દુકાન માત્ર 6 હજાર રૂપિયામાં નોકરી કરે છે. જેના કારણે ઘરના ખર્ચને પહોંચી વળાતું નથી. જૂબેદાબેનની તબિયત ઘણા સમયથી ખરાબ હોવાના કારણે ડોકટરે મહેનતવાળું કામ કરવાની મનાઈ ફરમાવી છે. આથી હાલ તેઓ બેરોજગાર છે. તેમણે મહામુસીબતે એક મકાન પણ લોન ઉપર લીધું. જેના હપ્તા પણ તેઓજ ભરે છે.

પણ મોટો દીકરો કંઈ કમાઇને આપતો નથી. પુત્રવધૂની ચઢામણીના કારણે ઘરમાં વારંવાર ઝઘડો કરી મકાન પોતાના નામે કરી આપવા માથાકૂટ કર્યા કરે છે. આથી જુબેદાબેને 181 ની મદદ માંગી વંથલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પણ હજુ સુધી તેઓને કોઇ સંતોષકારક જવાબ મળ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...