તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:ડોળાસાનો જોખમી પુલ, રેલીંગ નથી, સામે કાંઠે આવેલી છે સરકારી શાળા

ડોળાસા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામે બાજુ શાળા આવી હોય બાળકોને જીવના જોખમે પસાર થવું પડે છે

ડોળાસા ગામે ગોંદરાપરા પ્રાથમિક શાળા ચંદ્રભાગા નદીને પહેલે પાર આવેલી છે. અહીં ધો.1 થી 8 માં 500 થી વધુ બાળકો અભ્યાસ કરે છે. જોકે, હાલ કોરોનાને કારણે શાળાઓ બંધ છે. પરંતુ દર વર્ષે ચોમાસા દરમિયાન નદીમાં પાણી આવી જતાં બાળકોને જીવના જોખમે પસાર થવું પડે છે. કારણકે આ પુલ ઉપર રેલીંગ પણ નથી. ત્યારે ભારે વાહનો સામેથી પસાર થાય તેવા સમયે બાળકો માટે ભય ઉભો થઇ જાય છે. ખાસ કરીને સાયકલ લઇને ભણવા જતા છાત્રો માટે ઉપાદી વધુ થઇ જાય છે. ત્યારે આ વર્ષે વરસાદ સારો પડી જતાં નદીમાં પણ પાણી ભરાયેલું રહ્યું છેે. ત્યારે વહેલીતકે રેલીંગ ફીટ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...