તંત્ર સજ્જ:જિલ્લા કલેકટરની ઉપસ્થિતીમાં કોવિડ કોર કમિટીની રચના થઇ

જૂનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની ત્રીજી લેહર માટે જિલ્લા વહિવટી તંત્ર સજ્જ
  • નોડલ ઓફિસર નિમાયા, હોસ્પિટલમાં વ્યવસ્થાની અંગે માર્ગદર્શન અપાયું

કોરોનાની ત્રીજી લહેરના સામના માટે જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્ર સજ્જ થયું છે. આ માટે જિલ્લા કલેકટર રચિત રાજના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી જેમાં જિલ્લા કોવિડ કેર કમિટીની રચના કરવામાં આવી છે.જ્યારે નોડલ ઓફિસરની પણ નિમણુંક કરવામાં આવી છે. બેઠકમાં કોરોના સંક્રમણ, ઓમિક્રોન વેરિયન્ટ સહિતની બાબતે આગામી સમયમાં ઉપસ્થિત થનાર સ્થિતીની સમિક્ષા કરાઇ હતી.

નોડલ અધિકારીને હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા, ઓક્સિજન પુરવઠો, આઇસીયુ, વેન્ટીલેટર, દવાનો સ્ટોક, આઇસોલેશનની વ્યવસ્થા, કોન્ટ્રેક ટ્રેસિંગ, ટ્રેકિંગ અને કન્ટેન્ટમેન્ટ ઝોન, ટેલી મેડિસીન, ધન્વંતરી રથ સહિતની બાબતોમાં જિલ્લા કલેકટર રચિત રાજે માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં કમિશ્નર રાજેશ તન્ના, ડીડીઓ મિરાંત પરીખ, નિવાસી અધિક કલેકટર એલ.બી. બાંભણિયા, એસડીએમ અંકિત પન્નુ, આર. જે. જાડેજા, ડો. ચેતન મહેતા, ડો. રવિ ડેડાણીયા, સિવીલ સર્જન ડો. પાલ લાખણોત્રા વગેરેની ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...