જામીન ફગાવ્યા:સગીરા પર દૂષ્કર્મ કરનારના કોર્ટ એ જામીન ફગાવી દીધા

જૂનાગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હાર્ટની નળી બ્લોકેજ હોય સર્જરી માટે જામીન મંગાયા હતા
  • ભોગ બનનારને​​​​​​​, પુરાવાને નુકશાન પહોચાડી શકે તેવી દહેશત હોવાથી જામીન ફગાવ્યા

સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપીના જામીન કોર્ટે ફગાવી દીધા છે. આ અંગે મળતી વિગત મુજબ વધાવી ગામના યુવક સાગર ચોરવાડાએ લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કર્યું હતું. બાદમાં અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે બી ડિવીઝનમાં ફરિયાદ નોંધાતા પોલીસે યુવાનને પકડી જેલ હવાલે કર્યો હતો.

દરમિયાન આરોપી સાગરે પોતાની તબીયત નાદુરસ્ત હોય અને હાર્ટની બે નળી બ્લોકેજ હોવાના કારણે તેની ટૂંક સમયમાં સર્જરી કરાવવી હોય જેલમાંથી મુકત થવા જામીનની અરજી કરી હતી. દરમિયાન સરકારી વકિલ એન.કે. પુરોહિતે દલીલ કરી હતી કે, જો આરોપીને જામીન પર છોડી મૂકવામાં આવે તો આરોપી ભોગ બનનાર તથા સાહેદો અને પુરાવાને નુકશાન પહોચાડી શકે તેવી દહેશત છે. માટે કોર્ટે જામીન મંજૂર કરવા ન જોઇએ. ત્યારે સરકારી વકીલની દલીલને માન્ય રાખી કોર્ટે આરોપીના જામીન ના મંજૂર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...