તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:માળિયા હાટીના પાસે રોઝડાને બચાવવા જતાં દંપતીની કાર પલ્ટી, પત્નીનું મોત

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

માળિયા હાટીના તાલુકાના પાણીધ્રાથી રામવાવ પાટિયા વચ્ચે એક સપ્તાહ પહેલાં એક રોઝડાને બચાવવા જતાં કાર પલ્ટી ખાઇ ગઇ હતી. આથી કારમાં જઇ રહેલા દંપત્તિ પૈકી પત્નીનું મોત નિપજ્યું હતું. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા મૂળ માળિયા હાટીના તાલુકાના પીપળવા ગામના વતની માલદેભાઇ લાખાભાઇ સોલંકી (ઉ. 39) પોતાના પત્ની જસીબેન સાથે ગત તા. 26 નવે.ના રોજ સવારે 11 વાગ્યે કાર લઇને પાણીધ્રા પાટિયાથી રામવાવ પાટિયા વચ્ચેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે રસ્તામાં રોઝડું આડું પડતાં માલદેભાઇએ કાર પરનો કાબુ ગુમાવ્યો હતો. આથી કાર ડિવાઇડર સાથે અથડાઇને પલ્ટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં જસીબેનને માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી. અને તેમનું મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો