તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આધધ ખર્ચ:જિલ્લાની શાળાઓમાં આરઓ રિપેરીંગનો ખર્ચ 59.35 લાખ

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નવી સિસ્ટમ આવી જાય તેટલો ખર્ચ તો માત્ર રિપેરીંગનો !!

વિધાનસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં જાણવા મળ્યું છે કે, જૂનાગઢ જિલ્લાની શાળાઓમાં 2 વર્ષમાં માત્ર આરઓ પ્લાન રિપેરીંગનો ખર્ચ 59.35 લાખ થયો છે. જ્યારે આટલી કિંમતમાં તો નવા આરઓ પ્લાન આવી જાય તેમ ચર્ચાઇ રહ્યું છે.

આ અંગે વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયાએ જણાવ્યું હતું કે, વિધાનસભામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, જૂનાગઢ જિલ્લામાં કેટલી શાળા છે, કેટલામાં આરઓ પ્લાન છે, તેનો કોન્ટ્રાક્ટ કોને અપાયો છે અને તેના રિપેરીંગ પાછળ કેટલો ખર્ચ થયો છે? ત્યારે આ પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં 725 પ્રાથમિક શાળા છે તે પૈકી 720 શાળામાં વિદ્યાર્થીઓને પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે આરઓ પ્લાન કાર્યરત છે. દરમિયાન આના રિપેરીંગનો કોન્ટ્રાકટ અમદાવાદની ઉમિયા એન્ટરપ્રાઇઝને અપાયો છે, જેમાં વર્ષ 2018 -19 માં 43.13 લાખ અને વર્ષ 2019 -20માં 16.22 લાખ મળી કુલ રિપેરીંગ માટેનો ખર્ચ જ 59.35 લાખ થયો છે. આમ, અડધો કરોડ રૂપિયો તો માત્ર આરઓ પ્લાન રિપેરીંગ પાછળ ચૂકવાયો છે, જ્યારે આટલી કિંમતમાં તો નવા આરઓ પ્લાન આવી જાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો