તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ મહાનગરપાલિકાની 2 વોર્ડની પેટા ચૂંટણી:ગત સામાન્ય ચૂંટણીમાં ભાજપમાંથી કપાયેલા કોર્પોરેટરે અપક્ષમાં ફોર્મ ભર્યું

જૂનાગઢ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 2 દિવસમાં 2 બેઠક પર ભાજપે 3, અપક્ષે 2 ફોર્મ ભર્યા

જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ નંબર 6 અને 15ની બેઠકમાં યોજાનાર પેટા ચૂંટણીમાં પાંચમાં દિવસે વધુ 4 ફોર્મ ભરાયા છે. 1 ફેબ્રુઆરીથી પેટા ચૂંટણી માટે ફોર્મ ભરવાનું જાહેર કરાયું હતું . જોકે, પ્રથમ 3 દિવસ સુધી એક પણ ફોર્મ ભરાયું ન હતું. જ્યારે 4 ફેબ્રુઆરીએ વોર્ડ નંબર 15માંથી પૂર્વ કોર્પોરેટર સ્વ. ડાયાભાઇ કટારાના પુત્ર નાગજીભાઇ કટારાએ સૌપ્રથમ ફોર્મ ભરી ખાતું ખોલાવ્યું છે. જ્યારે 5 ફેબ્રુઆરીએ વોર્ડ નંબર 6માંથી ભાજપના ઉમેદવાર અરવિંદભાઇ ગાંડુભાઇ રામાણીએ ફોર્મ ભર્યું હતું.

તેમજ વોર્ડ નંબર 15માં પણ ભાજપના જ એક ઉમેદવારે ડમી ફોર્મ રજૂ કર્યું હતું. જ્યારે વોર્ડ નંબર 6માં, ગત મનપાની સામાન્ય ચૂંટણીમાં ભાજપના કપાયેલા કોર્પોરેટર પ્રવિણ વાઘેલાએ ફોર્મ રજૂ કર્યું હતું. આ ઉપરાંત વોર્ડ નંબર 15માં એક અપક્ષ ઉમેદવારે પણ ફોર્મ રજૂ કર્યું છે. આમ, છેલ્લા 2 દિવસમાં 2 બેઠક પર ભાજપના 3 અને અપક્ષના 2 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. દરમિયાન 6 ફેબ્રુઆરી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય બાકી રહી ગયેલા પાર્ટીના કે અપક્ષ તરીકે લડવા ઇચ્છુક ઉમેદવારો ફોર્મ ભરવા ઉમટી પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો