ચૂંટણીનું કાઉન્ટડાઉન:માણાવદર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે કાર્યકર્તાઓ સાથે રેલી યોજી ઉમેદવારી ફોર્મ ભર્યું

જુનાગઢ18 દિવસ પહેલા

માણાવદર વિધાનસભાના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો સાથે ડી.જે ના તાલે વાજતે ગાજતે શહેરની બજારમાં રેલી સ્વરૂપે પ્રાંત કચેરી ખાતે પહોંચી ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અન્વયે જૂનાગઢ જિલ્લામાં 5 વિધાનસભા સીટનો સમાવેશ થાય છે. જેમાંની 85 માણાવદર વિધાનસભા સીટને મુખ્ય સીટ માનવામાં આવે છે.

બહુમતીથી જીત મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો
આ સીટ પર કૉંગ્રેસ, ભાજપ અને આપ સહિત અપક્ષ ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે આજરોજ વંથલી પ્રાંત કચેરી ખાતે 85 માણાવદર સીટ પર કૉંગ્રેસ પાર્ટી ના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણી દ્વારા બહોળી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો હોદેદારોને સાથે રાખી ઉમેદવારી પત્ર રજૂ કરવામાં આવ્યું હતું. આ તકે અરવિંદભાઈ લાડાણી દ્વારા આગામી ચૂંટણીમાં 100 ટકા જંગી બહુમતીથી જીત મળશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
આ વખતની વિધાનસભાની ચૂંટણી ત્રણ પક્ષો વચ્ચે થતી હોવાથી રસાકસી ભરી થવાનું મનાય રહ્યું છે. તો માણાવદર સીટ પર ભાજપના ઉમેદવાર જવાહર ચાવડા, આમ આદમી પાર્ટી તરફથી કરશન ભાદરકાને ટિકિટ આપતા જ્ઞાતિ સમીકરણો પણ આ ચૂંટણીમાં નવા જૂની કરી લોકોની ધારણા કરતા અલગ રીજલ્ટ મતદારો લાવશે તેવું જોવા મળી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...