તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌરવ:ગીરનાર રોપ-વે નું સંચાલન કરતી કંપનીને યાત્રીકોની સલામતી, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા માટે અપાતુ માય કેર સર્ટીફીકેટ એનાયત થયુ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સર્ટીફીકેટનું અનાવરણ કરતા મંત્રી જવાહરભાઇ ચાવડા - Divya Bhaskar
સર્ટીફીકેટનું અનાવરણ કરતા મંત્રી જવાહરભાઇ ચાવડા
  • ઓક્ટોબર 2020 થી શરૂ થયેલ રોપ વે ના રોમાંચક સફરનો અત્‍યાર સુઘીમાં 4 લાખ યાત્રીકોએ લ્‍હાવો લીઘો
  • સર્ટીફીકેટનું અનાવરણ કરતા મંત્રી જવાહરભાઇ ચાવડા

યાત્રીકો અને કર્મચારીઓની સલામતી, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય માટે ઉડન નેધરલેન્ડની કંપની દ્રારા ખટોલા રોપ-વે સાઇટ પર માય કેર સર્ટીફીકેટ આપવામાં આવે છે. જે જૂનાગઢ ગીરનાર સ્થિત રોપ વે નું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપનીને એનાયત થયેલ છે. જેથી આ સર્ટીફીકેટ પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાની હાજરીમાં રોપ-વે પરીસરમાં યોજાએલ કાર્યક્રમમાં માય કેર સર્ટીફીકેટનું અનાવરણ કરાયેલ હતું.

સર્ટીફીકેટનું અનાવરણ કરતી વેળાએ પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ જણાવેલ કે, કોવિડ-19 ની પરિસ્થિતીમાં ઉષા બ્રેકો કંપનીએ સલામતી, સ્વચ્છતા અને સ્વાસ્થ્યના ઉચ્ચ ધોરણે પ્રસ્થાપીત કરેલ હોવાથી નેધરલેન્ડની ડીએનવી કંપની દ્વારા માય કેર સર્ટીફીકેટ અપાયુ છે. જે જૂનાગઢ અને ગુજરાત માટે ગૌરવની બાબત છે. આ તકે અંબાજી મંદીરના મહંત તનસુખગીરીબાપુએ આશીર્વચન આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 24 ઓક્ટોબર 2020 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રોપ-વે નું ઉદઘાટન કર્યા બાદ અત્યાર સુધીમાં 4 લાખથી વધુ યાત્રીકોએ માં અંબાજીના દર્શન કરવા સાથે એશીયાના સૌથી લાંબા ગીરનાર રોપ-વે ની રોમાંચક સફરનો આનંદ લીધો છે.

અમારા માટે યાત્રીકો કર્મચારીઓની સલામતી અને સ્વાસ્થ્યની જાળવણી એ ગૌરવની બાબત હોવાનું જણાવી ઉષા બ્રેકોના રીજીયોનલ હેડ દિપક કપલીશે કહેલ કે, ઉષા બ્રેકો રોપ-વે પરીસરમાં ઇન્ફેક્શનનું રિસ્ક ઘટાડવા માટે માય કેર ઇન્ફેક્શન પ્રિવેન્શન રેડીનેસ સર્ટીફિકેટ મેળવનાર ભારતની પ્રથમ રોપ-વે કંપની છે. નેધરલેન્ડની કંપની ડીએનવી દ્વારા માય કેર ઇન્ફેક્શન રિસ્ક મેનેજમેન્ટ પ્રોગ્રામ ઇન્ફેક્શન રિસ્ક મેનેજમેન્ટ પ્રોફેશનલ્સના નિષ્ણાતોની ટીમે વૈશ્વીક સ્તરે વિકસીત કર્યો છે. ચોક્કસ માપદંડોને આધીન માય કેર સર્ટીફીકેટ આપવામાં આવે છે. ઉષા બ્રેકો કંપની 52 વર્ષ થી રોપ-વે ક્ષેત્રે કાર્યરત હોવા સાથે દર વર્ષે 70 લાખથી વધુ યાત્રીકોને રોપ-વેની આરામદાયક સુવિધા પુરી પાડે છે.

અન્ય સમાચારો પણ છે...