જૂનાગઢ મહાનગરપાલિકાનું વર્ષ 2023-24નું બજેટ બનાવી કમિશ્નરે સ્થાયી સમિતીને સુપ્રત કર્યું છે. જોકે, આ બજેટમાં કમિશ્નરને લોકો પર જરા પણ દયા દ્રષ્ટિ રાખ્યા વિના તોતીંગ વધારો સૂચવી દીધો છે. એક તરફ રાજ્યમાં ડબલ એન્જીનની સરકારની વાતો થઇ રહી છે.
ત્યારે જૂનાગઢમાં ડબલ એન્જીનની નહિ પરંતુ ડબલ વેરાની સરકાર હોય તેમ 100થી 250 ટકાનો વેરો વધારો સૂચવાયો છે. જાણે લોકોની આવક ડબલ થઇ ગઇ હોય તે રીતે તોતીંગ વધારો કરી દેવાયો છે.ખાસ કરીને સફાઇકર, પાણી કનેકશન, દિવાબત્તી ચાર્જ, ડ્રેનેજ ચાર્જ,ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ,શોપ લાઇસન્સના ચાર્જમાં તોતીંગ વધારો કરી દેવાયો છે.
શહેરીજનોને રોડ, રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટની પુરતી કે સંતોષકારક સુવિધા મળતી નથી. ત્યારે તે સેવામાં સુધારો કરવાના બદલે માત્રને માત્ર વેરામાં અસહ્ય વધારો કરી દેવાય છે. ત્યારે હવે આ બજેટ જૂનાગઢવાસીઓ પર મોટું બર્ડન કે બોજ બની રહેશે.
કેટલા ટકા વધારો સૂચવાયો?
વેરામાં કરાયેલ વધારો
(1) પાણી વેરો: ઘર વપરાશ કનેકશનમાં 1/2 માં 1,200ના 3,400. 3/4માં 2,300ના 6,000.1માં 4,500ના 7,200. દોઢના કનેકશનમાં 10,000ના 12,000. 2ના કનેકશનમાં 20,000ના 21,000. કોમર્શિયલ વ્યાપારી કનેકશનમાં પીવાના પાણી વપરાશ માટે 1/2માં 1,200 ના 3,400. પાણી આધારિત ધંધા માટે 1/2માં 3,500ના 6,000. ઇન્ડ્રસ્ટ્રિયલ વિસ્તાર માટે 1/2ના 8,000 ના 12,000. કોમર્શિયલ કનેકશન 3/4માં 5,000 ના 7,200 જ્યારે 1માં 10,000ના 15,000, દોઢના કનેકશનમાં 14,500ના 15,500 તેમજ 2ના કનેકશનમાં 16,000ના 18,000 સૂચવાયા છે. પાણી કનેકશનમાં નામ ટ્રાન્સફર ફી 500માંથી 1,000, કનેકશન રદ કરવાની ફિ 250માંથી 400 કરાઇ છે.કપાયેલ નળ કનેકશનની જોડાણની ફિ 5,100 થી5,500 કરાયો છે. જ્યારે વોટર ડેવલેપમેન્ટ ચાર્જ જીએસટી સાથે 1,180 હતા જે 1,416 કરાયા છે.
(2) દિવાબત્તી ચાર્જ : રહેણાંક મિલ્કત માટે મિલ્કત દિઠ 175ના 400, સરકારી કે અન્ય મિલ્કતો માટે 600ના 2,000, મીલ- કારખાના જેમાં 50 કે તેથી વધુ કામદારો હોય તેમાં 300ના 1000 કરાયા છે.
(3) ડ્રેનજ ચાર્જ :રહેણાંક મિલ્કતો માટે મિલ્કત દિઠ 100ના 350, બિન સરકારી મિલ્કતો માટે 150ના 350 કરાયા છે.
(4) ડોર ટુ ડોર ગાર્બેજ કનેકશન ચાર્જ : રહેણાંક મિલકતો માટે મિલકત દિઠ 365ના 700, સરકારી તેમજ અન્ય મિલકતો માટે 600ના 1,500 તેમજ મિલ કારખાનામાં 50 કે તેથી વધુ કામદારો માટે 500ના 1,500 કરાયા છે.
(5) લાયસન્સ ફિ: સોડાવોટરનું કારખાનું તેમજ દહિં,દૂધની ડેરી કે મિઠાઇની દુકાન માટે 1,000ના 2,000, આઇસ ફેકટરી માટે 4,000ના 4,500, કારખાના(20 એચપીથી વધારે) માટે 1,000ના 1,500, 20 એચપીથી ઓછા કારખાના માટે 500 ના 800, માચીસનું કારખાનું 1,000ના 1,500, હાડકાનું કારખાનું 3,000ના 4,000, ટેક્સટાઇલ્સ ફેકટરી 3,000ના 4,000, ભઠ્ઠી 1,500ના 2,500, જીનીંગ ફેકટરી અને પ્રેસ 2,000ના 3,000, લાકડાના વેરની મિલ 1,500ના 2,500, ફળો વેચવા માટે 500ના 1,000, શાકભાજી વેચવા 500ના 1,000, પાકી કેરી વેચવા 500ના 1,000, દારૂના 15,000ના 20,000, દારૂખાનું (ફટાકડા) 1,500ના 2,500, નાઇટ્રો ગ્લીસીરીન 1,500ના 2,500, ગન કોટન 1,500ના 2,500, પારાના 1,500ના 2,500, સલ્ફરના 1,000ના 2,500, ઘાસલેટ-તેલ 500ના 1,000, ટરપેન્ટાઇન 500ના 1,000, સળગી ઉઠે તેવી વસ્તુ 1,000 ના 2,000, માચીસ-પાન બીડીની હોલસેલ દુકાન 1,000ના 2,000, રિટેઇલમાં 500ના 1,000 જ્યારે ટાર,ડામર, રેઝીન, કોલસોમાં 500ના 1,000, પેટ્રોલ પમ્પમાં 10,000ના 12,000, ડિઝલ-ઓઇ ગ્રીશઅને ક્રુડમાં 500ના 1,000, ઇમારતી લાકડાની લાતી અને ગોડાઉનમાં 1000ના 1,300, ચામડા સાફ કરવાના 500ના 1,000, સોનું-ચાંદી શોધાઇ ફિ 250ના 1,000, સાબુનું કારખાનું 1000ના 1,500 ગોળ વેચવા જથ્થાબંધમાં 500ના 800 કરાયા છે.
(6) સફાઇ કર : રહેણાંકમાં પ્રતિ મીલકત 200ના 5,00, સરકારી તેમજ અન્ય મિલકતોમાં 1,200ના 1,500, અન્ય બિન રહેણાંક મિલક્તોમાં 300ના 700 તેમજ 50થી ઓછા કામદારો હોય તેવા કારખાનામાં 250ના 700 અને 50 થી વધુ કામદારો હોય તો 500 ના 1000 સૂચવાયો છે.
(7)ખુલ્લા પ્લોટો: બિન રહેણાંક ખુલ્લા પ્લોટો ઔદ્યોગિક ઉપર સામાન્ય કરના 20 ટકા હતા જે 20 રૂપિયા પ્રતિ ચોરસ મિટર તેમજ બિન રહેણાંક ખુલ્લા પ્લોટ વાણિજ્ય ઉપર ચાર્જ સામાન્ય કરના 20 ટકા હતા જે પ્રતિ ચોરસ મિટર 30 રૂપિયા કરાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.