વાર્તાલાપ:કલેકટર પહોંચ્યા એસટી બસમાં, મુસાફરો સાથે કર્યો વાર્તાલાપ

જૂનાગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની રસી ન લીધી હોય તો લઇ લેવા કહ્યું

જૂનાગઢ જિલ્લામાં 88 ટકા કરતા વધુ લોકોએ કોરોનાની રસી લઇ લીધી છે. એક પણ વ્યક્તિ રસીથી વંચિત ન રહે તે માટે ખુદ કલેકટર રચિત રાજ અને અન્ય અધિકારીઓ પ્રયાસ કરી રહ્યાં છે. લોકોને સીધા મળી તેની સાથે ચર્ચા કરી રહ્યાં છે અને રસી ન લીધી હોય તો તાત્કાલીક રસી લેવા સમજાવી રહ્યાં છે. જૂનાગઢ જિલ્લા કલેકટર રચિત રાજ એસટી બસમાં પહોંચી ગયા હતાં અને બસમાં મુસાફરી કરતા લોકો સાથે વાર્તાલાપ કર્યો હતો. જે લોકો બાકી હોય તેમને કોરોનાની રસી લેવા કહ્યું હતું.

કેરાળામાં સામાન્ય વ્યક્તિની જેમ નીચે બેસી ગયા
સામાન્ય રીતે કલેકટર જે જગ્યાએ જાય ત્યાં પહેલેથી તામજામ હોય છે. પરંતુ કેરાળા ગ્રામ પંચાયતની ગ્રામસભામાં કલેકટર રચિત રાજે ભાગ લીધો હતો અને સામાન્ય વ્યક્તિને જેમ નીચે બેસી ગયા હતાં અને લોકોનાં પ્રશ્નો સાંભળ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...