તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:વધુ અડધો ડિગ્રીના ઘટાડા સાથે 3 દિવસમાં ઠંડી 6.2 ડિગ્રી ઘટી

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સતત 3 દિવસથી લઘુત્તમ તાપમાનમાં થતો વધારો: 12.9 ડિગ્રીએ પહોંચ્યું

જૂનાગઢ શહેરમાં સતત 3 દિવસથી લઘુત્તમ તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. 3 દિવસમાં લઘુત્તમ તાપમાન 6.2 ડિગ્રી વધીને 12.9 ડિગ્રીએ પહોંચતા આકરી ઠંડીથી લોકોને રાહત મળી રહી છેે. દરમિયાન હજુપણ ઠંડીમાં ઘટાડો નોંધાશે. આ અંગે મળતી વિગત અનુસાર શહેરમાં 31 જાન્યુઆરીએ લઘુત્તમ તાપમાનનો પારો 6.7 ડિગ્રીએ આવી જતા જાન્યુઆરીના અંતિમ દિવસે લોકોને આકરી ઠંડીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, બાદમાં ફેબ્રુઆરી માસની શરૂઆત થતાની સાથે જ ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે.

છેલ્લા 3 દિવસમાં લઘુત્તમ તાપમાન 6.7 ડિગ્રીથી વધીને 12.9 ડિગ્રીએ આવી જતા ઠંડીમાં 6.2 ડિગ્રીનો ઘટાડો થયો છે. દરમિયાન હજુ પણ ઠંડીમાં ઘટાડો નોંધાશે. બુધવારે લઘુત્તમ 12.9 ડિગ્રી, મહત્તમ 31.2 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 80 ટકા અને બપોર બાદ 26 ટકા રહ્યું હતું તેકજ પવનની ઝડપ 2.7 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો