કાર્યવાહી:સિવીલ હોસ્પિટલ કેદી વોર્ડમાંથી ફરાર થયેલ શખ્સને ઝડપી લીધો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ દ્વારા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો, તપાસ શરૂ કરાઇ

જૂનાગઢ જેલમાં રહેલા એક શખ્સને જૂનાગઢ સિવીલ હોસ્પિટલ ખાતે સારવાર માટે કેદી વોર્ડમાં લઈ આવવામાં આવ્યો હતો. જ્યાંથી ફરાર થઈ ગયો હતો. જો કે, પોલીસે ફરી સિવીલમાંથી જ ઝડપી લીધો હતો. અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ પોહેકો ગોપાલભાઈ ભગવાનભાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ જૂનાગઢ જિલ્લા જેલમાંથી અશોક બેચરભાઈ કાચાને સારવાર માટે જૂનાગઢ સિવીલમાં કેદી વોર્ડમાં લઈ આવવામાં આવ્યો હતો.

અને અશોક કેદી વોર્ડમાંથી કોઈને જાણ કર્યા વગર જ ફરાર થઈ ગયો હતો. જેથી ગોપાલભાઈ અને સ્ટાફે તપાસ હાથ ધરી હતી. અને હોસ્પિટલના પાછળના ભાગેથી જ અશોકને ઝડપી લઈ તેમના વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...