તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:શહેરમાં 39.1 ડિગ્રી ગરમીથી લોકો ત્રસ્ત

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • જૂનાગઢમાં આકરા ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે
 • બપોરના સમયે અંગ દઝાડતી લૂ ફેંકાતા અનેક લોકોએ ઘરમાંથી બહાર જવાનું ટાળ્યું

જૂનાગઢ શહેરમાં આકરા ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે. શહેરમાં તાપમાનનો પારો સતત ઉંચકાઇ રહ્યો છે. એમાંપણ બપોરના સમયે આકરી ગરમી સાથે અંગ દઝાડતી લૂ ફૂંકાતા શહેરીજનો ગરમીથી ત્રસ્ત થઇ ગયા છે. જોકે, હજુપણ ગરમીના પ્રમાણમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જૂનાગઢ શહેરમાં બુધવારે મહત્તમ તાપમાનનો પારો 38.4 ડિગ્રી રહ્યો હતો જેમાં ગુરૂવારે 0.7 ડિગ્રીનો વધારો થઇ તાપમાનનો પારો 39.4 ડિગ્રીએ પહોંચી ગયો હતો. આકરી ગરમીના કારણે ખાસ કરીને અંગ દઝાડતી લૂ પણ ફેંકતા ખાસ કરીને ટુવ્હિલ ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો હતો.

જ્યારે કાળઝાળ ગરમીથી બચવા અનેક લોકો બપોરના સમયે ઘરમાં જ પુરાઇ રહ્યા હોય બપોરના સમયે અનેક માર્ગો પર એકલ દોકલ વાહનો જ નજરે પડતા હતા. દરમિયાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ પણ સૂર્યનારાયણ દેવતાનો આકરો મિજાજ જોવા મળશે. હજુ તાપમાન વધીને 42 ડિગ્રી સુધી જઇ શકે છે. દરમિયાન બુધવારે લઘુત્તમ તાપમાન પણ 21.4 ડિગ્રીએ પહોંચી ગયું હતું જ્યારે મહત્તમ તાપમાન 39.4 ડિગ્રીએ રહ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 36 ટકા અને બપોર બાદ સાવ ઘટીને 9 ટકાએ પહોંચી જતા ખાસ કરીને બપોરના સમયે ગરમીની અસર વર્તાઇ હતી. જ્યારે પવનની ઝડપ 6 કિમીની રહેતા ગરમ લૂ ફેંકાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો