વાતાવરણ:જૂનાગઢ શહેરમાં 4 દિવસમાં ઠંડીમાં 7.4 ડિગ્રીનો ઘટાડો, હજુ 15 દિવસ બાદ ઠંડીનો ચમકારો અનુભવાશે

જૂનાગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ શહેરમાં ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે. દરમિયાન હજુ પણ 15 દિવસ સુધી ઠંડી સામાન્ય રહેશે અને બાદમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામિણ મોસમ વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, શહેરમાં ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 14 નવેમ્બરે લઘુત્તમ તાપમાન 13.6 ડિગ્રી રહ્યું હતું જે 4 દિવસ બાદ 18 નવેમ્બરે વધીને 21 ડિગ્રી રહ્યું છે.

આમ, 15 થી 18 નવેમ્બરના 4 દિવસમાં ઠંડીમાં 7.4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. દરમિયાન હજુ 4 થી 5 ડિસેમ્બર બાદ ઠંડીનું પ્રમાણ વધશે પરિણામે હજુ 15 દિવસ પછી ઠંડી અનુભવાશે. શહેરમાં ગુરૂવારે મહત્તમ તાપમાન 29, લઘુત્તમ 21 ડિગ્રી રહ્યું હતું. જ્યારે દિવસભર વાદળછાયું વાતાવરણ સાથે પવનની ઝડપ 4 થી 4.5 કિમી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...