તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બાળ લગ્નમાં સામેલ થનાર રસોયા અને ફોટોગ્રાફર સામે કાર્યવાહી થશે

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અખાત્રીજનાં યોજાનાર લગ્ન પર તંત્રની ચાંપતી નજર

જૂનાગઢ જિલ્લામાં બાળ લગ્ન અટકાવવા માટે તંત્ર દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. અખાત્રીજનાં દિવસે યોજાનાર લગ્નો પર ચાપતી નજર રાખવામાં આવી રહી છે. તેમજ બાળ લગ્નોમાં સામેલ થનાર રસોઇયા, ગોર મહારાજ, મંડપ સર્વિસ, ડી.જે. બેન્ડ વાળ, ફોટોગ્રાફર સહિતના લોકો સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે બાળ લગ્ન પ્રતિબંધક સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે, સમૂહલગ્નના આયોજકો, વર-કન્યાનામા-પિતા સહિતના અન્ય લોકો પણ બાળ લગ્નમાં સહભાગી હોય તો તેમની વિરૂદ્ધ પણ ગૂનો બને છે.

આવા લગ્ન અટકાવવા માટે લગ્ન નક્કી થાય તે પહેલા જ વર-કન્યાની ઉંમર ચકાસણી કરી લેવામાં આવે તો બાળ લગ્નનો પ્રશ્ન ઉદ્ભભવશે નહીં. જૂનાગઢ જિલ્લામાં કોઇ પણ સ્થળે બાળલગ્ન થતા હોય તો તેની જાણ બાળલગ્ન પ્રતિબંધક અધિકારી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, તેમજ ચાઇલ્ડ લીન હેલ્પ લાઇન-1090,181 મહિલા હેલ્પલાઇન અભયમ, પોલીસ કંટ્રોલ નંબર-100 પર કરવા લોકોને અપીલ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...