તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:કોરોનાને ફેલાતો અટકાવવા ચેમ્બર ઓફ કોમર્સ લેશે પગલાં

જૂનાગઢ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સીએમને પત્ર લખી સ્વયંશિસ્તના પગલાંથી અવગત કરાયા

હાલ કોરોના મહામારીનું સંક્રમણ વધી રહ્યું છે. સરકાર કોરોના સામે લડવા પુરતા પ્રયાસ કરી રહી છે. ત્યારે કોરોનાની લડાઇમાં સરકારનો બોજ હળવો કરવા ધી જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મેદાને આવ્યું છે. આ અંગે સંસ્થાના મંત્રી સંજયભાઇ પુરોહિતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવ્યો છે.

પત્રમાં જણાવાયું છેે કે, કોરોનાની લડાઇમાં સ્વયં શિસ્તના પગલાં લઇ સૌનો સાથ કોરોનાનો નાશ કરવામાં આવશે. કોરોના ફેલાતો અટકાવવા લોકો માસ્ક પહેરે, સોશ્યલ ડિસ્ટન્સ જાળવે તે જરૂરી હોય ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની બેઠકમાં કેટલાક નિર્ણયો કરવામાં આવ્યા છે.

ખાસ કરીને દુકાનોમાં એકી સાથે વધુ લોકોને પ્રવેશ નહી અપાય, માસ્ક વગર પ્રવેશ નહિ, સેનેટાઇઝર કે સાબુથી હાથ ધોયા બાદ જ પ્રવેશ અપાશે,તમામ સ્ટાફ કોરોનાની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરશે, ગ્રાહકોને દુકાન બહાર જ ઉભા રાખી માલ અપાશે, શક્ય હોય ત્યાં ડિઝીટલ સેવાનો ઉપયોગ કરી હોમ ડિલેવરી કરાશે તેમજ માત્ર ગ્રાહકોના સમયને અનુરૂપ દુકાનો ખુલી રખાશે.

અન્ય સમાચારો પણ છે...