તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:કેમેરા આડું બોર્ડ આવી જાય છે, કોણ ફેંકી ગયું ક્લીયર થતું નથી!

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેડીકલ વેસ્ટ મામલે સીસીટીવી ફૂટેજ ચેક કરનારી મનપાની ટીમે કહ્યું
  • 28 હોસ્પિટલ, લેબને નોટીસ બાદ ભીનું સંકેલાઇ જશે તેવી લોકોમાં ચર્ચા

જૂનાગઢની લાલબહાદુર સોસાયટીમાં કોઇ જાહેરમાં લોહીના સેમ્પલ, સિરીન્જ વગેરે ફેંકી ગયું હતું. આ મામલે સ્થાનિક લોકોએ હોબાળો મચાવતા મનપા હરકતમાં આવ્યું હતું, જોકે, બાદમાં 28 હોસ્પિટલ, લેબોરેટરીને નોટીસ ફટકારી કામગીરી પૂર્ણ કર્યાનો સંતોષ માની લીધો છે. કારણ કે, તપાસમાં ભીનું સંકેલી લેવાના પ્રયાસ થતા હોવાની પણ લોકોમાં ચર્ચા જાગી છે.

સીસીટીવી ફૂટેજ તપાસ કરનાર ટીમે જણાવ્યું હતું કે, સીસીટીવી કેમેરા આડું બોર્ડ આવી જાય છે જેથી બાયોમેડીકલ વેસ્ટ કોણ ફેંકી ગયું તે ક્લીયર થતું નથી! જ્યારે નોટીસમાં, જેમણે કચરો ફેંક્યો હોય તેને મનપાની સેનીટેશન શાખાની ઓફિસ નંબર 108માં જાણ કરવા જણાવાયું હતું, જોકે, હજુ સુધી 28 માંથી એકપણ વ્યક્તિ પોતે કચરો ફેંક્યો છે તેવું કહેવા આવી નથી. ત્યારે એ સાબિત થઇ રહ્યું છે કે, મનપાની આ નોટીસથી કોઇ ફાટી પડતું નથી. વળી, ગુરૂ અને શુક્રવાર 2 દિવસ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા બાદ શનિ અને રવિ રજા રહેશે. હવે સોમવારે બાકીના ફૂટેજની ચકાસણી થશે.

અન્ય સમાચારો પણ છે...