કૂતરાનું બચકું મનપાને ભારે પડ્યું!:જૂનાગઢમાં બહેનને કૂતરાએ બચકું ભરી લેતાં ભાઈએ મનપા પાસે 1,00,000નું વળતર માંગ્યું, કોર્ટમાં ફરિયાદની ચિમકી આપી

જૂનાગઢ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ શહેરમાં કૂતરા વધુ પડતાં સક્રિય, મનપા સાવ નિષ્ક્રિય

જૂનાગઢમાં કુતરા વધુ પડતા સક્રિય થઇ ગયા છે અને તેના ત્રાસમાંથી લોકોને મુક્ત કરવામાં મનપા તંત્ર સાવ નિષ્ક્રિય બન્યું છે. પરિણામે કુતરા કરડવાના બનાવો સતત વધી રહ્યા છે. દરમિયાન આવા જ એક બહેનને કુતરા કરડવાના કેસમાં ભાઇએ મનપા પાસે 1,00,000નું નુકસાની વળતર માંગ્યું છે. જો યોગ્ય નહિ થાય તો કોર્ટમાં જવાની ચિમકી પણ ઉચ્ચારી છે. આ અંગે મળતી વિગત મુજબ જોષીપરાના લાખાણી જસ્મીનભાઇએ મનપાના કમિશ્નર તેમજ એસપીને રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવ્યું છે કે, મારી બહેન બપોરના સમયે બાઇક લઇને જતી હતી ત્યારે કુતરાએ બચકુું ભરી લેતા ઇજા થતા ઇન્જેકશન લેવા પડ્યા છે તેમજ બાઇક પડી જતા બાઇકને પણ નુકસાન થયું છે. શહેરમાં કુતરાનો ત્રાસ સતત વધી રહ્યો છે પરંતુ સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇનનું બહાનું આગળ ધરી મનપા કોઇ કાર્યવાહી કરતું નથી.

પુરતો ટેક્ષ ભરવા છત્તાં લોકોની સલામતી જાળવવામાં મનપા નિષ્ફળ ગયું છે. ત્યારે શારિરીક ઇજા તેમજ બાઇકને થયેલ નુકસાનના પેટે મનપા 1,00,000 નું વળતર આપે તેવી માંગ છે. જો આ મામલે યોગ્ય નહિ કરાયો તો ના છૂટકે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવશે તેમ જસ્મીનભાઇ લાખાણીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...