ભ્રષ્ટાચારની શંકા:માળીયાની મેઘલ નદી પર 7 લાખના ખર્ચે બનેલા પુલમાં 10 દિવસમાં ગાબડા પડયા

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યોગ્ય તપાસ કરવાની ધારાસભ્યની માંગ

7 લાખના ખર્ચે બનેલ મેઘલ નદી પરના પુલમાં 10 દિવસમાં ગાબડા પડયા હોય ભ્રષ્ટાચાર આચર્યાનું જણાઇ રહ્યું છે. આ મામલે જૂનાગઢના ધારાસભ્યએ યોગ્ય તપાસ કરવા રજૂઆત કરી છે.

ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ જણાવ્યું હતું કે, માળીયા હાટીના તાલુકાના આંબલગઢ ગામેથી મેઘલ નદી પસાર થાય છે. આ નદી પર પુલ ન હોય ચોમાસામાં ભારે વરસાદના કારણે રસ્તો પાણીમાં ગરકાવ થઇ જાય છે. પરિણામે 10 થી વધુ ખેડૂતો પોતાના ખેતરે જઇ શકતા નથી. આ મામલે ખેડૂતોએ રજૂઆત કરી પુલ બનાવવા માંગ કરી હતી. ત્યારે ખેડૂતોને ખેતરે જવાનો રસ્તો બંધ થઇ જતો હોય આ સમસ્યાના નિકાલ માટે ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ પુલ બનાવવા માટે જિલ્લા વહિવટી તંત્રની ગ્રાન્ટમાંથી 7,00,000 ફાળવી આપ્યા હતા.

દરમિયાન મેઘલ નદી પર પુલ પણ તૈયાર થઇ ગયો. જોકે, જે પુલનું કામ 10 દિવસ પહેલા પુરૂ કરવામાં આવ્યું છે તે પુલમાં મોટા મોટા ગાબડા પડી ગયા હોય કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાઇ રહ્યું છે. ત્યારે આ મામલે યોગ્ય તપાસ કરવાની રજૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...