તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મન હોય તો માળવે જવાય:લગ્નમાં ફેરા ફરતી નવવધૂ ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે આવી

જૂનાગઢ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
લગ્નની ચોરીમાં ફેરા ફરતા પહેલા અપેક્ષાબેન, નવવધૂના કપડામાં સજ્જ થઇ ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે કેમ્પમાં પહોંચ્યા હતા. - Divya Bhaskar
લગ્નની ચોરીમાં ફેરા ફરતા પહેલા અપેક્ષાબેન, નવવધૂના કપડામાં સજ્જ થઇ ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે કેમ્પમાં પહોંચ્યા હતા.
 • જિલ્લાના 184 ઉમેદવારોને મેરીટના ધોરણે નિમણુંક અપાશે

જૂનાગઢ જિલ્લામાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યામાં ભરતી માટે જાહેરાત અપાયા બાદ અરજદારોના ડોક્યુમેન્ટ વેરીફિકેશનનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ કેમ્પમાં લગ્નના ફેરા ફરતી નવવધૂએ પણ આવી પોતાના ડોક્યુમેન્ટનું વેરીફિકેશન કરાવ્યું હતું. જે લોકોએ અરજી કરી હતી તેમને મેરીટના ધોરણે અને પ્રમાણપત્રના રૂબરૂ ચકાસણી માટે 184 ઉમેદવારોને બોલાવાયા હતા.દરમિયાન અપેક્ષાબેન હદવાણીએ નામની યુવતિએ પણ ગણિત-વિજ્ઞાનના વિષયના ઉમેદવાર તરીકે અરજી કરી હતી. જ્યારે તેમના વેરીફિકેશનનો વારો હતો તે જ દિવસે તેમના લગ્ન હતા.

ત્યારે લગ્નની ચોરીમાં ફેરા ફરતા પહેલા અપેક્ષાબેન, નવવધૂના કપડામાં સજ્જ થઇ ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે કેમ્પમાં પહોંચ્યા હતા. ત્યારે શિક્ષણ વિભાગના અધિકારીઓએ પણ પ્રભુતામાં પગલાં પાડનાર ઉમેદવારને પુરા માન, સન્માન સાથે બેઠક વ્યવસ્થા કરી આપી હતી જ્યાં તેમણે ડોક્યુમેન્ટ વેરીફિકેશનની કામગીરી પુર્ણ કરી બાદમાં લગ્નવિધીમાં ગયા હતા. જ્યારે અન્ય એક કિસ્સામાં મહિલાને ડોક્યુમેન્ટ વેરીફિકેશનના આગલા દિવસે જ ડિલેવરી આવી હતી. તેમણે પોતાના પ્રતિનિધીને ઓથોરિટી સાથે મોકલતા વેરીફિકેશન કામગીરી પૂર્ણ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો