કાર્યવાહી:જૂનાગઢનાં બુટલેગરને પાસા હેઠળ વડોદરાની જેલમાં ધકેલાયો

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પાસાનાં વોરન્ટ બાદ ફરાર હોઇ ઝાંઝરડા રોડ પરથી ઝડપાયો

જૂનાગઢમાં વધુ એક બુટલેગરને પોલીસે પાસે હેઠળ વડોદરા જેલમાં મોકલી આપ્યો છે. પાસાનાં વોરન્ટ બાદ ફરાર હોય ઝાંઝરડા રોડ પરથી એલસીબીએ પકડી પાડ્યો હતો. જૂનાગઢનાં ધારાગઢ વિસ્તારમાં રહેતો મોહસીન ઉર્ફે હોલે હોલે ફીરોજ મલેક સામે જૂનાગઢ એલસીબીએ પાસાને દરખાસ્ત તૈયારી કરી હતી અને એસપી મારફત જિલ્લા કલેકટરને મોકલી આપી હતી.

જિલ્લા કલેકટર રચિત રાજે તા. 23 સપ્ટેમ્બર 2021નાં પાસા વોરન્ટ ઇસ્યુ કર્યો હતો. બાદ આ શખ્સને પકડવાનો બાકી હતો, ત્યારે એલસીબીને બાતમી મળી હતી કે, મોહસીન ઉર્ફે હોલે-હોલે ઝાંઝરડા રોડ ઉપર છે. બાતમીનાં આધારે એલસીબીનાં એચ.આઇ.ભાટીનાં માર્ગદર્શનમાં ટીમે મોહસીન ઉર્ફે હોલે-હોલેને ઝડપી લીધો હતો.

4 લાખ રૂપિયાની ખંડણી માંગી
જૂનાગઢનાં ઝુલાયવાડા વિસ્તારમાં રહેતા અફરોજભાઇ અહમદભાઇ માલકાણીને બી-ડીવીઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, મોહસીન ઉર્ફે હોલે હોલે અને નોમાનખાન પઠાણએ 4 લાખ રૂપિયાની ખંડણી માંગી છે અને ધંધો કરવો હોય તો રૂપિયા આપવા પડશે નહી તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...