જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરમાંથી આઘેડની લાશ મળી આવી હતી. ફાયર બ્રિગ્રેડે લાશને બહાર કાઢી પીએમ માટે હોસ્પિટલે ખસેડેલ છે.
આ બનાવ અંગે બી ડિવીઝન પોલીસે એડી નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ અંગે બી ડિવીઝન પોલીસે જણાવ્યું હતું કે, શહેરના નરસિંહ મહેતા સરોવરમાં એક લાશ પડી હોવાની જાણ થતા ફાયર ટીમ તુરત પહોંચી ગઇ હતી અને લાશને બહાર કાઢી હતી.
પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન મૃતકનું નામ આરિફ મજીદભાઇ મકવાણા (ઉ.વ.50) હોવાનું અને તે ગોંડલના હાથી જમાતખાના વિસ્તારના મોવિયા રોડ પર રહી મજૂરી કરતા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, બનાવનું કોઇ ચોક્કસ કારણ જાળવા મળ્યું ન હોય પોલીસે અગ્મય કારણોસર મોતનો બનાવ નોંધી આગળની તપાસ કાળવા ચોક પોલીસ સ્ટેશનના એએસઆઇ આર.એ. બાબરીયાએ હાથ ધરી છે. જ્યારે મૃતદેહને પીએમ માટે સિવીલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.