ક્રાઇમ:વધાવી પાસેની ઉબેણ નદીમાંથી મૃતદેહ મળ્યો

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફાયર ઓફિસર ભૂમિત મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, બુધવારની રાત્રીના 7 વાગ્યે નદીમાં કોઇ મૃતદેહ હોવાનો ફોન આવ્યા બાદ ફાયર ટીમ દોડી ગઇ હતી. જોકે, પાણીનું વહેણ વધારે હોય લાશ ઝાડમાં ફસાઇ ગઇ હોવાનું જાણવા મળતા બોટ મંગાવી બાદમાં મહામહેનતે લાશને બહાર કાઢી હતી. લાશ અત્યંત કોહવાઇ ગઇ હતી. બાદમાં લાશને પોલીસને સોંપતા પોલીસે લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી છે. હાલ આ લાશ કોની છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...