તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૃતદેહ મળ્યો:જામવાળા રેન્જમાં રોડ નજીકથી દીપડાનો મૃતદેહ મળ્યો, વાહન અડફેટે મોત થયાનું અનુમાન

વેરાવળ24 દિવસ પહેલા
  • 9 થી 12 વર્ષની ઉંમરના દીપડાનું રોડ ક્રોસ કરતી વખતે મોત નીપજ્યું

ગીર જામવાળા રેન્જમાં ભાખા બીટ વિસ્તારમાં રોડ ઉપરથી એક દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. દીપડાનું મોત કોઈ અજાણ્યા વાહને અડફેટે લીધું હોવાથી થયું હોવાનું બહાર આવતા વનવિભાગે તપાસ હાથ ધરી છે.

આ અંગે વન અધિકારીઓના જણાવ્યા મુજબ ગીર પશ્ચિમ ડિવીઝન હેઠળના જામવાળા રેન્જમાં દીપડાનો મૃતદેહ મળ્યાનું સામે આવ્યું હતું. જેમાં રેન્જના ભાયાવદર રાઉન્ડના ભાખા બીટ વિસ્તારમાં રોડ ક્રોસ કરી રહેલા 9 થી 12 વર્ષની ઉંમરના એક દીપડાનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી વન વિભાગને મળી આવતા સ્ટાફએ ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છેકે, દીપડાનું મોત અજાણ્યા વાહનની ઠોકર લાગવા થયું હતું. જેના આધારે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. દીપડાના મૃતદેહનું પીએમ કરાવવા એનીમલ કેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો