તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:પાકિસ્તાન જેલમાં મૃત્યુ પામેલા માછીમારનો મૃતદેહ દોઢ મહિને માદરે વતન ગીર સોમનાથ પહોંચ્યો

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેલમાં યોગ્ય સારવારના અભાવે મોત થયાનો માછીમાર અગ્રણીનો આક્ષેપ

ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકા નાનાવાડા ગામનાં માછીમાર ખલાસી. રમેશભાઈ ટાભા ભાઇ સોસા ઉ.વ.42. ગત તા.5.5.2019.નાં પોરબંદરની સાધના નામની બોટમાં કે જેના નંબર IND.GJ.25.mm.1734.સમુદ્રમાં માછીમારી કરતા હતા તે દરમ્યાન આ બોટનું પાકિસ્તાન મરિન સિકયુરીટી અપહરણ કરી ગઈ હતી અને બોટના તમામ ભારતીય ખલાસીને પાકિસ્તાન જેલમાં બંધક બનાવ્યા હતા.

આ બંધક ખલાસીઓનો સજા પૂર્ણ થયાનો ચુકાદો પણ પાકિસ્તાન કોર્ટ આપી ચુકી હતી. આમ છતાં બંને દેશોની સમય મર્યાદામાં ડિપ્લોમસી પૂર્ણ ન થતા આ ભારતીય માછીમારો પાકિસ્તાનની લાડી જેલમાં બંધ હતા.આ દરમ્યાન એક ભારતીય માછીમાર રમેશભાઈ સોસા બીમાર પડતા તેઓને જેલમાં જ સામાન્ય દવાઓ આપવામાં આવી હતી.તેઓની તબિયત વધુ કથળતા હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.આખરે તારીખ ૨૬.૩.૨૦૨૧ નાં રોજ પાકિસ્તાન જેલમાં રમેશભાઈ ટાભાભાઇ સોસાનું મૃત્યુ થયુ હતુ. જેનો મૃતદેહ આજે ગીર સોમનાથ પહોંચ્યો હતો.

સ્વર્ગસ્થનાં મૃતદેહને માદરે વતન લાવવા માટે સામાજિક સંસ્થા પાકિસ્તાન ઇન્ડીયા પીપલ્સ ફોરમ ફોર પીસ એન્ડ ડેમોક્રેસી સાથે જોડાયેલા જતિન દેસાઈ સાથે પોરબંદર બોટ એસોસીએશનનાં જીવનભાઈ જુગી,કોડીનાર સ્થિત સામાજિક સંસ્થા સમુદ્ર શ્રમિક સુરક્ષા સંધનાં પ્રમુખ બાલુભાઈ સોચા વિગેરેએ ભારત સરકારનાં વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં રહી સ્વર્ગીય ભારતીય માછીમારનો મૃતદેહ માદરે વતન લાવવા મહેનત કરી હતી.

પાકિસ્તાની જેલમાં અવસાન પામેલા ભારતીય માછીમારનો મૃતદેહ માદરે વતન પહોંચવામાં પણ ખાસ્સો સમય લાગી જાય છે.આવા સમયે માછીમાર અગ્રણીઓ ભારત સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે,ભારત સરકાર આ સંદર્ભે જાગૃત બને ભારતીય જળસીમા માંથી પાકિસ્તાની મરીન સિક્યોરિટી ભારતીય માછીમારોને ઉઠાવી જાય છે તે બંધ થવું જોઈએ.હાલ પણ સેંકડો માછીમારો પાકિસ્તાની જેલમાં બંધ છે ત્યારે ભારત સરકાર પાકિસ્તાન સરકાર સાથે એવી ડિપ્લોમસી કરે જેથી ભારતીય માછીમારો વહેલાસર છૂટી જાય અને જો કોઈ ભારતીય માછીમારનું પાકિસ્તાની જેલમાં અવસાન થાય તો તાત્કાલિક તેનું પાર્થિવ શરીર માદરે વતન પહોંચે.

અન્ય સમાચારો પણ છે...