16 કલાકે મૃતદેહ મળ્યો:સોમનાથના દરિયામાં તણાઇ ગયોલા 15 વર્ષીય કિશોરનો મૃતદેહ મળ્યો, સેલ્ફી લેવા જતા તણાઇ ગયો હતો

ગીર સોમનાથ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘટનાના પગલે પોલીસ, ફાયર વિભાગની ટીમોએ તરવૈયાની મદદ થી શોધખોળ હાથ ધરી હતી

યાત્રાધામ સોમનાથના દરિયામાં ગઇકાલે ભીમઅગીયારસના દિને તણાયેલા કિશોરનો મૃતદેહ આજે દરીયામાંથી મળી આવ્યો હતો. સોમનાથ ખાતેના દરિયામાં વારંવાર અકસ્માતોના બનાવો બનતા હોય ત્યારે તંત્ર દ્વારા કિનારે ફેન્સીંગ જાળી નાખવાની માંગ મૃતકના પિતાએ કરી છે.

સવારે મૃતદેહ મળ્યો

સોમનાથ ખાતે ઉનાળા વેકેશન દરમિયાન યાત્રિકોની ભીડ હોય ત્યારે ગઇ કાલે ભીમઅગીયારસના દિને જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના અમૃતવેલ ગામનો પરિવારનો 15 વર્ષનો કિશોરને દરીયાઇ મોટુ મોજુ આવતા તાણી ગયેલું જેનો મૃતદેહ આજે સવારે સોમનાથ મંદિરની પાછળના ભાગેથી મળી આવ્યો હતો.

કિશોર આઠ પાસ કરીને નવમાં ધોરણમાં પ્રવેશ્યો હતો

આ મૃતક કિશોરનું નામ સુજલ બાબુભાઇ છોડવડીયા અને ધો.8માં પાસ કરી ધો. 9માં આવેલ હતો. મૃતકના પિતા બાલુભાઇને બે સંતાનો હોય જેમાં એક પુત્ર અને એક પુત્રી હોય જેમાં સુજલનું દરિયાના મોજામાં તણાઇ જવાથી મૃત્યુ નીપજ્યું હતું.

દરિયામાં ગરકાવ થયેલ બાળકની ફાઈલ તસ્વીર
દરિયામાં ગરકાવ થયેલ બાળકની ફાઈલ તસ્વીર

સેલ્ફી લેવા જતા મોજામાં તણાયો

બાલુભાઇ હંસરાજ છોડવડીયાનો પુત્ર સુજલ તેની માતા તથા બહેન તેમજ તેમના ગામના મજૂરો સાથે સોમનાથ આવેલો અને ચોપાટીએ દરિયા કિનારે સેલ્ફી લેતો હતો રહેલો તે વખતે મોટુ મોજુ આવતા તે પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. દરિયામાં ગરકાવ થયેલા સુજલને શોધવા પોલીસ સ્ટાફે તરવૈયાઓ અને નગરપાલિકાના ફાયર સેફટી વિભાગની મદદ લઇ શોધખોળ હાથ ધરી હતી, પણ કયાંય પતો લાગેલ ન હતો. આજે સવારે સોમનાથ મંદિરના પાછળના ભાગે દરિયા કિનારેથી મૃતદેહ મળી આવતા પોલીસે હોસ્પીટલે મોકલી વધુ તપાસ એ.એસ.આઇ. ભરતભાઇ મકવાણાએ હાથ ધરી છે.

આ દુઃખદ બનાવ અંગે મૃતકના પિતા બાલુભાઇ છોડવડાએ જણાવેલું કે, સોમનાથના દરિયામાં અવાર નવાર દુ:ખદ બનાવો બનતા હોય છે. ત્યારે તંત્રએ ફેન્સીગ જાળી નાખી લોકોના જીવ બચાવવા કાંઇક કરવું જોઇએ અને અકાળે મુરઝાતી માનવ જીંદગીને બચાવવી જોઇએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, સોમનાથ ખાતેનો દરિયો જોખમી હોવાથી સરકાર દ્વારા દરિયા કીનારે લોકો ન જાય તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવતું હોય છે અને પોલીસનો બંદોબસ્ત પણ દરિયા કીનારે હોય તેમ છતાં બહારથી આવતા યાત્રિકો દરિયામાં પગ બોળવા જતા આવા દુઃખદ બનાવો બનતા હોય છે. તેથી લોકોએ પણ સજાગ બની દરિયામાં પગ બોળવા જવાનું ટાળવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...