મહોત્સવની ઉજવણી:ભગવાન બુદ્ધનો જન્મ, જ્ઞાનપ્રાપ્તિ અને નિર્વાણની ઘટના એક જ દિવસે બની હતી !!

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢમાં 16 મેએ બુદ્ધ પૂર્ણિમાં મહોત્સવની ઉજવણી કરવામાં આવી

જૂનાગઢ જિલ્લા અનુસુચિત જાતિ સમાજ અને બૌદ્ધ ઉપાસક-ઉપાસિકાઓ દ્વારા 16 મેએ બુદ્ધ પૂર્ણિમાં મહોત્સવની ઉજવણી કરાઇ હતી. આ અંગે વિનયભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, બુદ્ધ પૂર્ણિમાં વૈશાખી પૂનમના દિવસે આવે છે. વિશ્વમાં બુદ્ધ ભગવાન એકમાત્ર એવી વ્યક્તિ છે કે જેનો જન્મ, જ્ઞાનપ્રાપ્તિ અને મહાપરિનિર્વાણની ત્રણેય ઘટના એક જ દિવસે બની હતી!! માટે બુદ્ધ પૂર્ણિમાંનું વિશેષ મહત્વ છે.

જ્યારે જૂનાગઢમાં બુદ્ધ પૂર્ણિમાંની ઉજવણીને લઇને શહેરમાં ધમ્મયાત્રા બાઇક રેલી યોજાઇ હતી.આ રેલી મંગલધામમાં ફરી કાળવા ચોકમાં પહોંચી હતી જ્યાં ડો. આંબેડકરની પ્રતિમાએ જઇ ત્રિશરણ પંચશીલનું સંઘાયાન કરાયું હતું. બાદમાં અશોકના શિલાલેખે જઇ સામુહિક પૂજન, વંદન કરાયું હતું.અંતે શ્રીનગર સોસાયટી ગેઇટ પાસે ધમ્મયાત્રા બાઇક રેલી પરત ફરી હતી.

અહિં ધમ્મ દેશના આપવામાં આવી હતી અને બાદમાં સામુહિક ખીરદાન કરવામાં આવ્યું હતું. ધમ્મયાત્રા રેલીમાં જોડાયેલા તમામે સફેદ વસ્ત્રો પહેરીને બુદ્ધ ધર્મના મૈત્રી, કરૂણા અને પ્રેમનો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...