તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન સમારોહ:2 જિલ્લા કક્ષાના, 4 તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું કરાશે સન્માન

જૂનાગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢમાં રવિવારે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ

જૂનાગઢમાં 5 સપ્ટેમ્બરે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાશે. આ સમારોહમાં જિલ્લા કક્ષાના 2 અને તાલુકા કક્ષાના 4 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવશે. જ્યારે રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનું ગાંધીનગર ખાતે સન્માન કરવામાં આવશે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, જૂનાગઢમાં 5 સપ્ટેમ્બર 2021ને રવિવારે સવારના 9 :30 વાગ્યે શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાશે. મોતીબાગ સ્થિત આર.જે. કનેરીયા ગર્લ્સ હાઇસ્કૂલમાં યોજાશે. આ તકે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે ઉમરાળી પ્રાથમિક શાળાના અમિતભાઇ વાછાણી અને શાપુર પે સેન્ટર શાળાના કૃણાલભાઇ મારવાણીયાનું સન્માન કરાશે.

જ્યારે તાલુકા કક્ષાએ મંડલીકપુર પ્રાથમિક શાળાના તુષારભાઇ પંડ્યા, કન્યા શાળા નંબર 4ના હિન્સુ મિન્ટુબેન, સાંકરોળા પ્રાથમિક શાળાના દિપ્તીબેન વ્યાસ અને બંટીયા પે સેન્ટર શાળાના શિલ્પાબેન મકવાણાને એવોર્ડ એનાયત કરાશે. જ્યારે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષણ તરીકે સ્વ. ટી.એલ. વાળા કન્યા વિદ્યાલય, જૂનાગઢના જીતુભાઇ ખુમાણની પસંદગી થઇ હોય તે ગાંધીનગર ખાતે જઇ 5 સપ્ટેમ્બરે રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત કરશે. જૂનાગઢમાં યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ડીઇઓ આર. એસ. ઉપાધ્યાય અને જિલ્લા શિક્ષણ સમિતીના ચેરમેન મધુબેન સાવલીયાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...