ખાદીની ખરીદી:ખાદીમાં સૌથી વધુ વેચાણ રૂમાલ, ટુવાલ, નેપકીનનું

જૂનાગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢના ખાદી ભંડારમાં ગાંધી જયંતિ નિમીત્તે ખાદીની ખરીદી પર 25 ટકા વળતર હોય છે

આઝાદ ચોકમાં આવેલા ખાદી ભંડારમાં ગાંધી જયંતિ નીમીત્તે ખાદીમાંથી બનેલી વસ્તુઓની ખરીદી પર 25 ટકા વળતર અપાય છે. આથી સવારથીજ લોકોની સારી એવી ભીડ રહી હતી. એમ હિતેષભાઇ ચુડાસમાએ જણાવ્યું હતું.ગાંધીજયંતિ નિમીત્તે જૂનાગઢના ખાદી ભંડારમાં ખાદીની બનેલી વસ્તુઓ મોટી સંખ્યામાં લોકોએ ખરીદી હતી.

ત્યારે આ અંગે ખાદી ગ્રામોદ્યોગ મંદિરના મહેશભાઇ ઘોડાસરા કહે છે, જૂનાગઢમાં વર્ષે 10 લાખની હાથ વણાટની ખાદી અને 22 થી 25 લાખની પોલી ખાદીનું અમારા યુનિટમાં ઉત્પાદન થાય છે. આ યુનિટમાં 25 થી 30 મહિલાઓ રોજગારી મેળવે છે. હાથ વણાટની વસ્તુઓમાં સૌથી વધુ વેચાણ રૂમાલ, આસન, શેત્રુંજી, ટુવાલ, નેપકીનનું થાય છે.

ખાદી પહેરવાથી ચામડીના રોગ ન થાય
બચપણમાં મનુભાઇ પંચોળી (દર્શક) અને રતુભાઇ અદાણીથી પ્રેરિત થઇને ખાદી પહેરવાનું શરૂ કર્યું. ફક્ત લગ્ન વખતે બધાના આગ્રહથી કોટનના કપડાંની એક જોડ સીવડાવેલી. એ લગ્ન પછી ક્યારેય ન પહેરી. ખાદી પહેરવાથી આપણા લોકોને રોજગારી મળે, તે પહેરવાથી ચામડીના રોગ નથી થતા. પરસેવો ચૂસી લે એટલે શરીરમાંથી દુર્ગંધ પણ ન આવે. - દાદુભાઇ કનારા, કેળવણીકાર, મીનરાજ શૈક્ષણિક સંકુલ

પાલિકા પ્રમુખ હતી ત્યારે કર્મીઓને ખાદીની જોડ આપેલી
મારો જન્મ 1933 માં. આઝાદીની ચળવળ ચાલતી તી, એટલે પિતાજીને ત્યાં બધા ખાદી પહેરતા થયા. ત્યારથી મેં પણ ખાદીજ પહેરી છે. તે સ્વદેશી છે અને નેચરલ કાપડ છે. 1965 માં હું પાલીકા પ્રમુખ હતી ત્યારે કર્મચારીઓને 2-2 ખાદીની જોડ આપેલી. કચેરીના ટેબલ ક્લોથ, પડદા બધા ખાદીના લીધેલા. ખાદીનો પ્રચાર એ રીતે થાય. આજે બધા હું કાંઇક છું એ બતાવવા ખાદી પહેરે છે.
- હેમાબેન આચાર્ય, પૂર્વ આરોગ્ય મંત્રી

5 મા ધોરણથી ખાદીજ પહેરું છું
હું ધો. 5 થી શીહોર તાલુકાના આંબળાની લોકભારતીની ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળામાં મનુભાઇ પંચોળી (દર્શક) પાસે ભણ્યો. ત્યારથીજ હું હાથ વણાટની ખાદીજ પહેરું છું. ફક્ત મારા લગ્નમાં પરિવારજનોના દબાણથી સુટ કરાવ્યો તો. એ ફક્ત ત્યારે પહેર્યો. પછી ક્યારેય પહેર્યો પણ નહીં. નોકરી અને હવે નિવૃત્તી બાદ પણ ફક્ત ખાદીજ પહેરું છું.
- ડો. સી. બી. રાજપરા, નિવૃત્ત ડે.ડીડીઓ

અન્ય સમાચારો પણ છે...