નાસભાગ:ભાટીયા ધર્મશાળા પાસે ખુંટીયાની લડાઇથી લોકોમાં નાસભાગ મચી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાહન ચાલકોએ ઇજા-નુકસાનીથી બચવા રસ્તા બદલાવ્યા

નિષ્ક્રિય અને નિંભર મનપા તંત્રના કારણે શહેરમાં રખડતા ભટકતા પશુનો ત્રાસ દિન પ્રતિદિન સતત વધી રહ્યો છે. હવે તો રસ્તા પર વાહનો કરતા પશુની સંખ્યા વધુ જોવા મળે છે! અવારનવાર ખુંટીયાની લડાઇ જામે છે જેમાં વાહનોનો ખુરદો બોલી જાય છે, વાહન ચાલકો કે રાહદારી ઇજાગ્રસ્ત બને છે.

છત્તાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી! દરમિયાન આ અંગે સલીમભાઇ ગુજરાતીએ જણાવ્યું હતું કે, રવિવારે ભાટીયા ધર્મશાળા રોડ પર 2 કદાવર ખુંટીયાએ લડાઇ કરી થોડો સમય આ વિસ્તારને બાનમાં લીધો હતો. ખુંટીયાની લડાઇ થતા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી.

ઇજાથી બચવા રાહદારીઓએ અને વાહનોમાં નુકસાનીથી બચવા વાહન ચાલકોએ રસ્તા બદલાવી નાંખ્યા હતા. ત્યારે પશુના ત્રાસમાંથી જૂનાગઢની જનતાને ક્યારે મુક્તિ મળશે? તેવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે. જોકે, તંત્ર પાસે તેનો કોઇ નક્કર જવાબ નથી!

અન્ય સમાચારો પણ છે...