તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુકમ:અવાણિયા ગામના પોક્સોના આરોપીના જામીન ફગાવાયા

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

અવાણીયા ગામના પરેશ ઉર્ફે પ્રવીણ જીકાભાઇ ધાના સામે માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં પોક્સો સહિતની કલમનો ગુનો નોંધાયો હતો. દરમિયાન આરોપી કાચા કામના કેદી તરીકે જેલમાં હોય તેમણે પોતાના વકિલ એ.જે. રાવત દ્વારા 30 દિવસની જામીન અરજી કરી હતી. જામીન અરજીમાં જણાવાયું હતું કે,માતાનું અવસાન થયું હોય અને પિતાના પગનું ઓપરેશન કરાવ્યું હોય તેમના પગને ડ્રેસીંગ કરાવવા માટે જામીન આપવા અરજી કરી છે.

દરમિયાન સરકાર તરફેના એડીશ્નલ પીપી. જે.અેમ. દેવાણીએ જણાવ્યું હતું કે, પિતાના પગનું ઓપરેશન થઇ ગયું હોય હવે ડ્રેસીંગ કરાવવા અરજદારની જરૂર નથી. વળી, આરોપીની બળાત્કારના ગંભીર ગુનામાં સંડોવણી હોય જામીન મુકત કરવામાં આવે તો ફરી અદાલત સમક્ષ હાજર રહેવાની શક્યતા નથી જેથી કેસ વિલંબમાં પડી શકે છે. બાદમાં સ્પેશ્યલ પોક્સો અને પાંચમાં એડીશ્નલ સેશન્સ જ્જ પી.એમ. સાયાણીએ આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો