હરાજી:પોલીસે કબ્જે કરેલા 303 વાહનોની હરાજીમાં 14.37 લાખ ઉપજ્યા

જૂનાગઢ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એ ડિવીઝન, ટ્રાફિક બ્રાન્ચ, વિસાવદર પોલીસમાં વાહનો ડિટેઇન હતા

જુદા જુદા પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ગુનાના કામે, ડિટેઇન કરેલા, બિનવારસી વાહનોની હરરાજી કરવામાં આવી હતી. આ હરરાજીમાં 303 વાહનોના 14.37 લાખની રકમ ઉપજતા આ રકમ સરકારમાં જમા કરાવાશે.

આ અંગે ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશન ખાતે ભરાવો થયેલા વાહનોનો નિકાલ કરવા એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ સૂચના આપી હતી. બાદમાં એસપી રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શનમાં પ્રથમ વખત વાહનોની હરરાજી કરવામાં આવી હતી. આ હરરાજીમાં 60 લોકોએ ભાગ લીધો હતો. દરમિયાન એ ડિવીઝનના 88 વાહનો, વિસાવદર પોલીસના 82 વાહનો અને ટ્રાફિક શાખાના133 વાહનો મળી કુલ 303 વાહનો કોઇ માલિક લેવા ન આવતા તેની હરરાજી કરાઇ હતી.

આ હરરાજીમાં એ ડિવીઝનના 88 વાહનોના 4,25,980, વિસાવદર પોલીસ સ્ટેશનના 82 વાહનોના 3,07,980 અને ટ્રાફિક શાખા દ્વારા કબ્જે કરાયેલા 133 વાહનોના 7,03,980 મળી કુલ 14.37 લાખ જેવી રકમ ઉપજતા આ રકમ સરકારમાં જમા કરવા તજીવિજ હાથ ધરાઇ છે. આ તકે એ ડિવીઝન પીઆઇ એમ. એમ. વાઢેર, વિસાવદર પીઆઇ એન.એ. શાહ, ટ્રાફિક શાખાના પી.જે. બોદર, આરટીઓ કે.જે. મોઢ, નાયબ મામલતદાર ખમલ, ઇન્ચાર્જ એમટીઓ પીએસઆઇ પિયુુષ જોશી, વગેરેની ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...