• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • The Attendance Machine In The Municipality Is Closed, The Branch Official Says The Machine Is On: The Standing Committee Chairman Says Off!

સાચુ કોણ ?:પાલિકામાં હાજરી પુરવાના મશીન બંધ, શાખા અધિકારી કહે મશીન ચાલુ : સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન કહે બંધ!

જૂનાગઢ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુટલીબાજ કર્મચારીઓને મોજ હી મોજ : મશીન બંધ હોવા છતાં પગાર કઇ રીતે કરતા હશે તે સમજી શકાય છે

જૂનાગઢ મહાનગરપાલિકામાં કર્મચારીની હાજરી પુરવાના મશીન છેલ્લા કેટલાય સમયથી બંધ હાલતમાં હોય ગુટલીબાજ કર્મચારીઓને મોજ હી મોજ પડી રહી છે. જોવાની ખુબી એ છે કે, ખુદ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સ્વિકારે છે કે મશીન બંધ છે. તેમ છત્તાં શાખા અધિકારી મશીન ચાલુ જ છે તેવું સફેદ જૂઠ બોલી પદાધિકારીને જૂઠા સાબિત કરવાનો બાલીશ પ્રયાસ કરી રહ્યા છેે.

જૂનાગઢ મહાનગરપાલિકામાં કેટલાય કર્મચારીઓ ગુટલીબાજ છે જે મોટાભાગે ગેરહાજર રહે છે અથવા મોડા આવે છે અને વ્હેલા જતા રહે છે. અગાઉ પણ અનેક વખત તત્કાલીન કમિશ્નર તુષાર સુમેરા દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરાયું હતું ત્યારે અનેક ગુટલીબાજ કર્મચારીઓ હડફેટે ચડી ગયા હતા. બાદમાં અનેક કર્મીઓના પગાર કાપી લેવાયા હતા, કેટલાકને નોટીસ આપી ખુલાસા પૂછાયા હતા.

આવું તો અનેક વખત બન્યું છે. દરમિયાન ગુટલીબાજ કર્મચારીઓ પર રોક લગાવવા હાજરી પુરવાના મશીન લગાવાયા છે. જોકે, આ મશીન છેલ્લા ઘણાં સમયથી બંધ હોય ગુટલીબાજ કર્મચારીઓને મોજ પડી ગઇ છે. દરમિયાન આ અંગે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હરેશભાઇ પણસારાએ પણ જણાવ્યું હતું કે,ટેકનિકલ ખામીના કારણે મશીન બંધ છે.

હાલ ફેસ રિડીંગમાં કે થમ્બમાં ખામી હોય કોર્પોરેશન રિનોવેટ કરી નવી સિસ્ટમ સાથે મશીન લગાડશે. જ્યારે અધિકારી મેહુલ બાલસે જણાવ્યું હતું કે, મશીન બંધ જ નથી! મોટાભાગના મશીન ચાલુ જ છે અને જેના આધારે જ હાજરી પુરી પગાર કરાય છે! તેમ છત્તાં કોઇ બંધ હોય તો તપાસ કરાવી લઇશું!! જોવાની ખૂબી એ છે કે, જે મશીન બંધ છે તેની જ શાખા અધિકારીને ખબર જ નથી તો પગાર કઇ રીતે કરતા હશે તે સમજી શકાય તેવી બાબત છે.

અન્ય સમાચારો પણ છે...