જંગલનું જીવન:સિંહણનું આવવું, સાબરનું ભાગવું અને કેમેરાનું ક્લિક થવું...

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દોડતા સાબર અને માર્ગ પર સિંહણ અને તેના બચ્ચાંની રાઉન્ડ ફોરેસ્ટર દીપક વાઢેરે ક્લિક કરેલી તસવીર જોઇ પ્રથમ નજરે સિંહ તેની પાછળ દોડતો હોવાનો ભાસ થાય. પણ આ તસવીરની હકીકત કાંઇક જુદી જ છે.

ગીરનાર અભયારણ્યમાં ફરજ બજાવતા વાઢેર ગુરુવારે સવારે ગંગાજળીયા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. એ વખતે અચાનક જ તેમની નજર સાબરના ઝૂંડ પર પડી. સામેથી એક સિંહણ બચ્ચાં સાથે રોડ પર ચાલી આવતી હતી. પહેલાં તો સિંહણને સામે સાબરનું ઝૂંડ હોવાની ખબર જ ન હોતી. પણ સાબરના ઝૂંડને સિંહણ આવતી હોવાની ખબર પડતાંજ તેમાં નાસભાગ મચી ગઇ. સિંહણ શિકાર કરે એ પહેલા જ સાબર વીજળીક ગતિએ ઝાડીઓમાં અદૃશ્ય થઈ ગયું.

અન્ય સમાચારો પણ છે...