ભારત એ કૃષિ પ્રધાન દેશ છે. દેશની કુલ આવકમાં સૌથી મોટો હિસ્સો ખેડૂતોનો રહ્યો છે. ત્યારે એ બાબતને ધ્યાને રાખી રાજ્ય સરકારે પણ ખેડૂતલક્ષી બજેટ રજૂ કર્યું હોય જેથી ખેડૂતોને ભારે ફાયદો થશે. આ અંગે અમદાવાદની ખેતી બેન્કના ચેરમેન ડોલરભાઇ કોટેચાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારનું પ્રથમ વાર્ષિક બજેટ રજૂ કર્યું છે.
આ બજેટમાં ખાસ કરીને ખેડૂતો માટે 7,737 કરોડની ફાળવણી કરી છે. પરિણામે આ બજેટથી રાજ્યના ખેડૂતોનો સર્વાંગી વિકાસ થશે. ગુજરાતમાં ખેતી સાથે સંકળાયેલો મોટો વર્ગ છે. ત્યારે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે ધરતીપુત્રો માટે બજેટમાં કરેલી 7,737 કરોડની જોગવાઇથી ખેડૂતોને મોટો ફાયદો થશે. તેમની આર્થિક સ્થિતીમાં સુધારો થતા અર્થતંત્રમાં તેની અસર જણાશેે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.