આક્ષેપબાજી:ચોરવાડ ઝૂંડ ભવાની મંદિરના નવા-જૂના પૂજારી વચ્ચે થઇ આક્ષેપબાજી

ગડુ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદાય લેતા અને નવા પૂજારીના સામસામા વીડિયો વાયરલ થયા

ચોરવાડમાં ઝૂંડમાં આવેલા ભવાની માતાજીના મંદિરમાં જેમનો વારો પૂરો થઇ રહ્યો છે એ પૂજારીએ ટ્રસ્ટના પ્રમુખ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરતો વીડિયો વાયરલ કર્યો હતો. તો સામાપક્ષે નવા પૂજારીએ આક્ષેપો પાયાવિહોણા હોવાનો અને ટ્રસ્ટમાં ભ્રષ્ટાચાર થયો ન હોવાનું કહેતો વીડિયો વાયરલ થયો છે. ચોરવાડ સ્થિત ભવાની માતાજીના મંદિરમાં જેમનો વારો પૂરો થઇ રહ્યો છે એ પૂજારી હિતેષગીરી ગૌસ્વામીએ વાયરલ થયેલા એક વીડિયોમાં એવો આક્ષેપ કર્યો છે કે, મંદિરના ટ્રસ્ટના પ્રમુખે મંદિરના ફાળામાં લાખ્ખો રૂપિયાનો ભ્રષ્ટચાર આચાર્યો છે.

જ્યારે મંદિરના નવા નિમણૂંક પામેલા પૂજારી હરેશગીરી ગૌસ્વામીનો વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, અમાસના દિવસે જે વીડિયો વાયરલ થયો છે તેમાં બધા આક્ષેપો પાયાવિહોણા છે. હાલનાં પ્રમુખ છેલ્લા 20 વર્ષથી ટ્રસ્ટી છે. અને તેમણે મંદિર માટે હંમેશા સારા કાર્યો કર્યા છે. જે પૂજારી વાયરલ વિડીયોમાં વાત કરે છે તેમનો ભવાની માતાજીની પૂજાનો વારો અમાસના દિવસે પૂર્ણ થાય છે. એ વારો પણ તેમનો પોતાનો નહીં તેમના પિત્રાઇ ભાઇનો હતો. ચેરિટી કમિશ્નરના હુકમ મુજબ ટ્રસ્ટીઓ એ વારો બદલવા કહેતાં તે ન છોડવા માટે તેઓ આ બધા પ્રયાસો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...