તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:અગતરાય -હાંડલાનો માર્ગ 3.60 કરોડ રૂપિયાના ખર્ચે બનશે,9 કિમીનું અંતર ઘટશે

માણેકવાડા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આગેવાનો, ગ્રામજનોએ ધારાસભ્ય સહિતને રજૂઆત કરી હતી, લોકોને ફાયદો થશે

જૂનાગઢ-કેશોદ હાઇવે પરથી હાંડલા ગામ જવા માટે લોકોને 9 થી 10 કીમીનું વધારાનું અંતર કાપવું પડી રહ્યું છે કારણ કે અગતરાય થી હાંડલા જતો માર્ગ કાચો છે અને ચોમાસામાં આ રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બની જાય છે જેથી આ 4 કિમીના માર્ગનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ સાથે આગેવાનો,ગ્રામજનોએ ધારાસભ્ય દેવાભાઈ માલમને રજૂઆત કરી હતી, તેમને સરકારમાં રજૂઆત કરતા 3 કરોડ 60 લાખની રકમ મંજુર કરવામાં આવી છે.આ માર્ગ બનતાની સાથે જ લોકોને હાંડલા,ચાંદીગઢ જવા માટે 9 કીમીનું અંતર ઘટી જશે.

ચોમાસા પહેલા કામ પૂર્ણ કરવું જરૂરી | આ માર્ગના નવીનીકરણને લઈ ગ્રાંટ ફાળવી દેવાઈ છે.અને ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરવામાં આવે તે જરૂરી છે જેથી લોકો આ સિઝન માં અહીંથી અવર-જવર કરી શકે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો