કોર્ટેનો નિર્ણય:6 વર્ષ પહેલાં થયેલી હત્યાના ગુનામાં આરોપીની જામીન અરજી રદ કરાઇ

જુનાગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાદીના મૃત્યુ બાદ ચાલીસમાની વિધી માટે 15 દિના જામીન માંગ્યા તા

જૂનાગઢમાં વર્ષ 2016 માં થયેલી અપહરણ અને હત્યાના બનાવમાં જેલમાં રહેલા આરોપીએ દાદીના મૃત્યુ બાદ ચાલીસમાની વિધી માટે 15 દિવસના જામીન માંગ્યા હતા. જે અરજી કોર્ટે રદ કરી હતી.

જૂનાગઢના સીકંદર લીયાકતઅલી બુખારી (ઉ. 35) સામે વર્ષ 2016 માં તાલુકા પોલીસ મથકમાં કુંવરસિંહ જીયાલાલ દોહરે નામના યુવાનનું તેને ઘેરથી કારમાં અપહરણ કરી ખંડણી માંગી ગોંધી રાખી માર મારી રૂ. 3 લાખ પડાવી કોરા સ્ટેમ્પમાં સહી કરાવી મોટર સાઇકલ અને મકાનના દસ્તાવેજોની લૂંટ ચલાવી હતી. બાદમાં ગંભીર ઇજાને લીધે કુંવરસીંહનું મોત નિપજ્યું હતું.

આ ગુનામાં તે જેલ હવાલે છે. તેણે પોતાના વકીલ મારફત ચાલીસમાની વિધી માટે 15 દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા. જેમાં સરકારી વકીલ નિરવ કે. પુરોહિતની દલીલોને ધ્યાને રાખી ચોથા એડી. સેશન્સ જજ બીના ચંદુભાઇ ઠક્કરે આરોપીની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...