તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોપી ઝડપાયો:ઉનાની ચોરીના ગુનામાં 6 વર્ષથી ફરાર આરોપીને ઝડપી લેવાયો

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્કોડની ટીમે બાતમીના આધારે ફરાર આરોપીને મોરબીમાંથી ઝડપી લીધો

ગીર સોમનાથના ઉનાની ચોરીના ગુનામાં 6 વર્ષથી ફરાર આરોપીને જિલ્લા નાસતા ફરતા સ્કોડની ટીમે મોરબી ખાતે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગીર સોમનાથ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ગુનાઓના ફરાર આરોપીઓને ઝડપી લેવા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ નાસતા ફરતા સ્કોડની રચના કરી આરોપીઓને ઝડપી લેવા સૂચના આપી હતી. જે અનુસંધાને સ્કોડની ટીમએ શોધખોળ હાથ ધરતા ઉના પોલીસમાં 2015માં નોંધાયેલી ચોરીના એક ગુનાનો નાસતો ફરતો આરોપી મોરબીમાં હોવાની બાતમી મળી હતી.

બાતમીના આધારે સ્કોડની ટીમના પીએસઆઈ આર.આર.ગરચર સ્ટાફના સંજય પરમાર, એ.પી.જાની, ભીખુશા બચુશા સહિતનાએ મોરબી શહેરના કાંતીનગર વિસ્તારમાંથી ફરાર આરોપી જમાલશા રહેમાનશા શામદાર (ઉ.વ.50) વાળાને ઝડપી લઈ ઉના પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરેલ છે. જમાલશા સામે ઉના પોલીસમાં 6 વર્ષ પૂર્વે ચોરીનો ગુનો નોંધાયેલ જેમાં તે ફરાર હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો