તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોપી ઝડપાયો:સુત્રાપાડા પોલીસના ગુનામાં નવ વર્ષથી નાસ્તો ફરતા આરોપી રાજસ્થાનથી ઝડપાયો

વેરાવળ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુત્રાપાડા પોલીસમાં નોંધાયેલા ચોરીના ગુન્હામાં છેલ્લા નવ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાન ખાતેથી એલ.સી.બી. બ્રાન્ચે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આગામી સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી અનુસંધાને નાસતા ફરતા આરોપીઓને ઝડપવા ડ્રાઇવ ચાલી રહેલ જે બાબતે રેન્જ આઇ.જી.પી. મનિન્દર પવાર તથા જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રીપાઠી એ સુચના આપતા એલ.સી.બી.ના પી.આઇ. વી.આર.રાઠોડ, પી.એસ.આઇ. કે.જે.ચૌહાણ, એ.એસ.આઇ. એ.જી.પરમાર, હે.કો. નરેન્દ્રભાઇ, પો.કો. ઉદયસિંહ સહીતનાએ સુત્રાપાડા ખાતે ચોરીના ગુન્હાના આરોપી ઇકબાલ મહમદ સુલતાન પઠાણ રહે.બદનોરગામ ને રાજસ્થાન ખાતેથી ઝડપી લીધો છે. આ આરોપી છેલ્લા નવ વર્ષથી નાસતો ફરતો હોય તેને ઝડપી લઇ સુત્રાપાડા પોલીસને સોપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો