ધરપકડ:જિલ્લા જેલમાંથી જામીન મેળવી ફરાર થયેલ આરોપી ઝડપાયો

જૂનાગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પેરોલ ફર્લો સ્કોડે ગિરગઢડાના સનવાવ પાસેથી દબોચી લીધો

જૂનાગઢ જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થયેલા આરોપીને જૂનાગઢ પેરોલ ફર્લો સ્કોડે ઝડપી લીધો છે. આ અંગે મળતી વિગત મુજબ 6 મહિના પહેલા એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જમાલવાડીના કાદર રોશન મકરાણી સામે પ્રોહિબીશનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં તેને કાચા કામના કેદી તરીકે જૂનાગઢ જિલ્લા જેલમાં રખાયો હતો. દરમિયાન તેણે વચગાળાના જામીન મેળવ્યા હતા, પરંતુ સમય મર્યાદા પૂર્ણ થવા છત્તાં તે હાજર થયો ન હતો.

ત્યારે ફરાર આરોપીઓને ઝડપી લેવા રેન્જ આઇજીપી મનિન્દર પ્રતાપસિંહ પવાર,એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના બાદ એલસીબી પીઆઇ એચ.આઇ. ભાટીના માર્ગદર્શનમાં પેરોલ ફર્લો સ્કોડના પીએસઆઇ એસ. એન. ક્ષત્રિય, એએસઆઇ પ્રદિપભાઇ ગોહિલ, સંજય વઘેરા, પ્રકાશ અખેડ, દિનેશ ભાઇ છૈયા, સંજય ખોડભાયા વગેરેએ તપાસ હાથ ધરી હતી. દરમિયાન આરોપી ગિરગઢડાના સનવાવ ગામે હોવાની બાતમી મળતા તેને ઝડપી લઇ જૂનાગઢ જિલ્લા જેલ ખાતે ધકેલી દેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...