તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂકાદો:ચેક રિટર્નના 4 ફોજદારી કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો થયો

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાનુની વસુલાતપાત્ર લેણું પુરવાર ન થયું
  • ભેંસાણ, જૂનાગઢની કોર્ટનો મહત્વનો ચૂકાદો

ચેક રિટર્નના કેસમાં આરોપીનો ભેંસાણ અને જૂનાગઢ કોર્ટે નિર્દોષ છૂટકારો કર્યો છે. આ અંગે મળતી વિગત મુજબ ભેંસાણના નિતીનભાઇ લાલજીભાઇ જોષી ખાનગી શાળામાં 5,000ની નોકરી કરતા હતા. દરમિયાન રાજકોટના વીપુલ મહેતાએ સરકારી નોકરી અપાવી દેવાનું કહી 7,50,000ની માંગ કરી હતી. બાદમાં આ રકમ આપ્યા પછી પણ નોકરી ન મળતા નીતીન જોષીએ રકમ પરત માંગતા આરોપીએ 4 ચેક આપ્યા હતા.

આ ચેક રિર્ટન થતા ફરિયાદ થઇ હતી. બાદમાં ભેંસાણ અને જૂનાગઢની કોર્ટમાં આરોપી તરફે જૂનાગઢના એડવોકેટ ઉદય ડી. રૂપારેલીયા, ડી.ડી. રૂપારેલીયા અને પંકજ ગેવરીયા રોકાયા હતા. દરમિયાન તપાસમાં ફરિયાદી આવડી મોટી રકમ એકી આંકડે આપવા સક્ષમ ન હોવા ઉપરાંત રકમ પરત મેળવવા લીધેલા ચેકો આરોપીને ગુનેગાર ઠરાવવા પર્યાત ન હોવાનું પુરવાર થયું હતું. અામ, કાનુની વસુલાતપાત્ર લ્હેણું હોવાનું પુરવાર થયેલ ન હોય ભેંસાણ અને જૂનાગઢ કોર્ટે આરોપીને દોષમુક્ત જાહેર કર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser