ફરિયાદ:જેલમાંથી કબજો લેવા આવેલા પોલીસને આરોપીની ધમકી

જૂનાગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચોરવાડ પોલીસ દારૂના કેસમાં એક આરોપીનો કબ્જો લેવા જૂનાગઢ જેલમાં આવી હતી. ત્યારે આરોપીએ સ્ટાફને ગાળો દઇ ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, ચોરવાડ પીએસઆઇ જે. એચ. કછોટ, એએસઆઇ દિલીપભાઇ મુળુભાઇ સહિતના પ્રોહિબીશનના ગુનાના આરોપી લખન મેરુભાઇ ચાવડા (રે. ગીરનાર દરવાજા, જૂનાગઢ) નો જૂનાગઢ જેલમાંથી કબ્જો મેળવવા કોર્ટનો હુકમ લઇને આવ્યા હતા. તેઓએ લખનને લઇને જતા હતા ત્યારે જેલમાંજ તેણે તમે મારી સામે ખોટા ગુના કેમ દાખલ કર્યા કહી ગાળો દઇ મારે હજુ એક ભાઇ છે અને મારા માણસો પણ છે, તમને મરાવી નાંખીશ, તમારા બધા સામે કોર્ટમાં ફરિયાદ કરીશ. મારી સામે આવા ઘણા ગુના છે. આવા ગુનાથી મને કોઇ ફેર નહીં પડે કહી ધમકી આપી હતી. આથી એએસઆઇ દિલીપભાઇ મુળુભાઇએ તેની સામે એ ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...