ક્રાઇમ:હત્યાનો આરોપી સાધુના વેશમાં ફરતો’તો સોમનાથથી ઝડપાયો

જૂનાગઢ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માળિયા હાટીના પોલીસ મથકમાં ગુનો નોંધ્યો’તો
  • 10 વર્ષથી ફરાર હતો, પેરોલ ફ્લો સ્કોડે ઉઠાવી લીધો

માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં એક શખ્સ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. જો કે, ફરાર થઈ ગયો હતો. માળીયા પોલીસ સ્ટેશનનાં મર્ડર ના ગુન્હામાં 10 વર્ષથી નાસતો ફરતો આરોપી ને સોમનાથ મંદિર પાસેથી જૂનાગઢ પેરોલ ફર્લો સ્કોડએ પકડી પાડીયો હતો.

જૂનાગઢ એસપીને એવી બાતમી મળી હતી કે, માળિયા હાટીનામાં 10 વર્ષ પહેલાં હત્યાના ગુનાનો આરોપી સોમનાથ મંદિર પાસે સાધુના​​​​​​​ વેશમાં આંટા મારે છે. આથી એલસીબી પીઆઇ જે. એ. સીંધવ અને જે. જે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોડના વી. કે. ઉંજીયા અને સ્ટાફના ઉમેશભાઇ વેગડા, સંજયભાઇ વધેરા, દિનેશભાઇ છૈયા, જયેશભાઇ બામણીયાએ આરોપી ભરતનાથ બાબુનાથ આયપંથી (ઉ. 47)ને ઝડપી લીધો હતો પકડાયેલા શખ્સે પોતે આચરેલા ગુનાની કબુલાત આપતાં તેને માળિયા હાટીના પોલીસને હવાલે કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...