કબુલાત:આરોપીએ બોગસ દસ્તાવેજથી 4 લાખની લોન લઇ કાર ખરીદી હતી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિસાવદરનો આરોપી પોપટ પોલીસ રિમાન્ડમાં પોપટ બની ગયો
  • ​​​​​​​લોનનો હપ્તો ન ભરી કાર બારોબાર 1.50 લાખમાં વેંચી નાંખ્યાની કબુલાત

વિસાવદરમાં ગેન્ગ બનાવી આતંક મચાવનાર 5 શખ્સો પૈકી 1 આરોપીએ બોગસ દસ્તાવેજ બનાવી લોન પર કાર ખરીદી હતી. બાદમાં 1 પણ હપ્તો ભર્યા વિના કાર બારોબર 1.50 લાખમાં વેંચી મારી હોવાની કબુલાત કરી છે. આ અંગે ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ વિસાવદરના ગુજસીટોકના 5 આરોપી સામે ઉંડાણપૂર્વક તપાસ કરવા સૂચના આપી હતી. દરમિયાન રાજકોટની કોર્ટ દ્વારા આરોપીના 11 દિવસના રિમાન્ડ મંજૂર કરતા આરોપીઓ રિમાન્ડ પર છે.

ત્યારે ઇમ્તિયાઝ ઉર્ફે પોપટ જાવિદભાઇ બ્લોચ પોલીસ રિમાન્ડમાં પોપટ બની ગયો હતો. તેણે 2018માં બેન્ક ખાતું ખોલાવી ફાઇનાન્સ કંપનીમાં બોગસ દસ્તાવેજ આપી 4 લાખની લોન લઇ જીજે 11 બીઆર 4500 નંબરની કાર ખરીદી હતી. બાદમાં એકપણ હપ્તો ન ભરી કાર બારોબાર 1.50 લાખમાં વડાળા ગામના દિલીપભાઇ જેબલીયાને વેંચી માર્યાની કબુલાત કરી છે. ત્યારે હવે લોન પેપરમાં બોગસ દસ્તાવેજ મળી આવશે તો કાર કબ્જે કરી બોગસ દસ્તાવેજનો પણ ગુનો નોંધવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...